જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬
ખંભાળિયામાં વૃદ્ધનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ
ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ લવજીભાઈ ભારદીયા નામના 63 વર્ષના વૃદ્ધ પોતાના મકાને પડી જવાથી કે કોઈ પણ કારણોસર તેમને માથામાં ઇજાઓ થવા અથવા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ છોટુભાઈ લવજીભાઈ ભારદીયાએ અહીંની પોલીસને કરી છે.
