Headlines

કંચનપુર ગામે અબડાપીરડાડા અને મોડપીરડાડાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૬

     ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી અબડાપીરડાડા અને મોડપીરડાડાની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 દિવસીય ભવ્ય નગરયાત્રા (શોભાયાત્રા) નું પણ આયોજન કરાયું છે.

      આ પ્રસંગે તા. ગુરુવાર 26 ના રોજ સવારે વાડાસડાની ભાદર નદીના કાંઠેથી આ નગરયાત્રા (શોભાયાત્રા) પ્રારંભ કરવામાં આવશે. જે જુદા જુદા વિસ્તારોમાં ફરશે. આ નગરયાત્રાની ભવ્ય પુર્ણાહુતી રવિવાર તા. 1 માર્ચના રોજ  મહાપ્રસાદ બાદ ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે આવેલા “મોડપીર ધામ” ખાતે કરવામાં આવશે. આ તમામ ધાર્મિક મહોત્સવમાં સર્વે શ્રદ્ધાળુ અને સહભાગી થવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *