પોરબંદર
આર્ય કન્યા ગુરુકુલ 88મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યુ છે. 88 વરસથી સર્વાંગી કેળવાનું કાર્ય અવિરત પણે ચાલી રહયું છે. જેમાં સંગીત, નૃત્ય, હસ્તકલા, યોગ, કરાટે, ભરતનાટ્યમ, સ્પોર્ટ્સ, ધનુર્વિદ્યા જેવી અનેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થિનીઓ વિજેતા બની છે જેમાં ધોરણ 9 ની વિદ્યાર્થિની પંડ્યા હસ્તીએ વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ચિત્ર સ્પર્ધામાં 6 થી 14 વર્ષના ગ્રુપમાં બોખીરીયા શ્રેયા દ્વિતીય સ્થાન તથા ખીસ્તરીયા અદિતિએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે તો 15 થી 20 વર્ષના ગ્રુપમાં રાતીયા વિભૂતિ દ્વિતીય સ્થાન અને કુછડીયા ભૂમિ તૃતીય સ્થાને આવેલ છે તો ભરતનાટ્યમમાં રાઠોડ ધાન્વીએ પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. સંગીત ગુરુ જગદીશભાઈ વાઘેલા અને હર્ષાબેન દેસારીએ તૈયાર કરાવેલ સુગમ સંગીતમાં લાલ વિધિ દ્વિતીય સ્થાને આવી છે તો લગ્નગીત સ્પર્ધામાં બોખીરીયા નેહલ પ્રથમ સ્થાને અને જોષી પરી દ્વિતીય સ્થાને આવે છે.
આ બધાજ સ્પર્ધકો તથા તેમને તૈયાર કરનાર શિક્ષકો રમાબેન પરમાર, પ્રિતીબેન પાણખાણીયા, ક્રિષ્નાબેન રાણિંગા, નિરાલીબેન ઓડેદરા, દિનાબેન મસાણી, જગદીશભાઈ વાઘેલા તથા હર્ષાબેન દેસારીને આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ અભિનંદન પાઠવ્યા હતા.



