કલ્યાણપુરના નગડીયા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: પિતા-પુત્ર ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫

       કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર નગડીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા કરસન કરણાભાઈ અમર મેર (ઉ.વ. 64) અને તેના પુત્ર રામદે ઉર્ફે જયેશ કરસન કરણાભાઈ દ્વારા પોતાની માલિકીની વાડીની ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આ સ્થળે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.

        આ દરોડા દરમ્યાન પોલીસે 21 લિટર દેશી દારૂ, 370 લિટર દારૂ બનાવવાનો આથો, ગેસ સિલિન્ડર, બેરલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, કુલ રૂપિયા 18,520 ના મુદ્દામાલ સાથે પોલીસે બંને શખ્સોની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. 

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *