Thursday August 07, 2025

કલ્યાણપુરના લાંબા વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

કલ્યાણપુર, તા. ૨૦-૦૩-૨૦૨૫

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાજભાઈ વારોતારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાંબા બંદર દરિયા કાંઠા વિસ્તારમાંથી જી.જે. 03 ડી.ડી. 6804 નંબરના એક ટ્રેક્ટરને અટકાવીને ચેકિંગ કરતા આ ટ્રેક્ટરની ટ્રોલીમાં દરિયાઈ રેતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અંગેના કોઈ આધાર પુરાવા તેની પાસે ન હતા.

         આ રીતે અનઅધિકૃત રીતે રેતી ભરેલું આ ટ્રેકટર પોલીસે કબજે લઈ, અને ટ્રેક્ટરના ચાલક કનૈયા અરજણભાઈ ચાવડા (રહે. લાંબા, તા. કલ્યાણપુર) સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. 

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top