
ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ
પોરબંદર જિલ્લાની રાણાવાવ પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઇ આર.વી.મોરીને મળેલ હકિકત આધારે બીલેશ્વર ગામ ફોરેસ્ટની ઓફીસ સામે રોડ પરથી પ્રકુલ બાબુભાઇ હુંણ (ઉ.વ.૨૭ રહે.મેલાણગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર)ના હવાલાવાળી કાર નંબર- GJ-1-RG-૦૧૩૭ (કિ.રૂ.૧,૦૦,૦૦૦/-)માંથી દેશી દારૂ લીટર ૫૪૦ (કિ.રૂ.૧,૦૮,૦૦૦/-) તથા મોબાઈલ ફોન નંગ-૧ (કિ.રૂ.૪૦૦૦/-)ના મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કુલ ૩ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસમાં પકડાયેલ આરોપી (૧) પ્રકુલ બાબુભાઇ હુંણ ઉ.વ.૨૭ રહે.મેલાણગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર તથા નહીં પકડાયેલ બે શખ્સો ભુરા લખમણ મોરી રહે.ખમ્ભાળા ગામ તા.રાણાવાવ, વિજય લાખા હુંણ રહે.મેલાણગામ તા.જામજોધપુર જી.જામનગર સામે ગુનો દાખલ થયો છે. આ કામગીરી રાણાવાવ પીઆઈ એન એન તળાવીયા, પીએસઆઇ આર વી મોરી, હેડ કોસ્ટેબલ બીજે દાસા, વાય એસ વાળા, કોન્સ્ટેબલ સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, ક્રુણાલસિંહ પ્રવિણસિંહ દ્વારા કરવામાં આવેલ હતી.
