Saturday June 21, 2025

કિમત કી કિસ્મત: પોરબંદરમાં ફ્રેન્ડશીપને પ્રેમમાં બદલવાનો જબરદસ્તીભર્યો પ્રયત્ન કરનાર છોકરા સામે ગુનો દાખલ

છોકરાએ છોકરીને વારંવાર આઈ લવ યુ કહ્યું પરંતુ છોકરીને એવું બધું નહોતું મંજૂર

છોકરાએ છોકરીને ધમકી આપી કે આ વાતની માવતરને કરી દઈશ બધે બધી જાણ

ચોર કોટવાળને દાટે એવી છોકરાએ ધમકી તો આપી પણ છોકરીના પિતાને થઈ ગઈ જાણ

આ વાતથી છોકરો ભલે હશે અજાણ, છોકરીના પિતાએ પોલીસને કરી દીધી જાણ

પોરબંદર
પોરબંદરમાં એક છોકરાએ એક છોકરીને ફ્રેન્ડશીપ રાખ્યા બાદ આઇ લવ યુ ની પ્રપોઝલ કરી હતી અને વારંવાર આઈ લવ યુ આઇ લવ યુ કહેવા છતાં છોકરીએ આ પ્રપોઝલ નકારી કાઢતા છોકરાએ આ વાતની એટલે કે ફ્રેન્ડશીપ અંગેની તેના માવતર ને જાણ કરી દેવાની ધમકી આપી હતી. પરંતુ છોકરીના પિતાએ જ એ છોકરા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે વસંતગીરી પ્રતાપગીરી ગૌસ્વામી, (જાતે- બાવાજી, ઉ.વ.૪૨, ધંધો- પ્રાઈવેટ નોકરી રહે. છાંયા મારૂતીનગર ચાણક્ય વિદ્યાલય પાછળ, પોરબંદર)એ કીમત માવજીભાઈ ગોહેલ (રહે. છાંયા પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીએ ફરીયાદીની દીકરી સાથે પ્રથમ ફ્રેન્ડશીપ રાખી ત્યારબાદ પ્રપોઝ કરી આઈ.લવ.યુ. કહેલ પરંતુ ફરીયાદીની દીકરીને આરોપી સાથે ફ્રેન્ડશીપ રાખવી ન હોય તેમ છતાં પણ ફરીયાદીની દીકરીની પાછળ પાછળ જઈ, પીછો કરી, ફરીયાદીની દીકરીને આઈ.લવ.યુ., આઈ.લવ.યુ.તેમ કહી, રાખેલ ફ્રેન્ડશીપ અંગે વાત ફરીયાદી તથા તેના પત્નીને કહી દેવાનું જણાવી ધમકી આપી હતી. તા.૧/૮/૨૦૨૪ થી આજદીન સુધીમાં પોરબંદર છાંયા મારૂતીનગર ચાણક્ય વિદ્યાલય પાછળ ફરીયાદીના રહેણાંક વિસ્તારની આજુબાજુમાં બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૮(૨), ૩૫૧(૨) મુજબ ગુનો દાખલ થતાં ફોજદાર એલએચ મારું એ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top