ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ભાવનગર તાલુકાના જિલ્લાના ઘોઘા બારા પંથકમાં, ખાસ કરીને કોળીયાક પટ્ટીમાં, દારૂ ક્ષેત્ર મોટું નામ ધરાવતા કુડા ગામના નિરેશ ઉર્ફે હરિ બારૈયા અને ભૂતેશ્વરના ભરત ડાભીને ઘોઘા પોલીસે ઇંગ્લિશ દારૂની 128 બોટલ અને કાર સહિત રુ 11.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૮ જેની કિ.રૂ.૧,૨૨,૧૧૫/- અને એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-ર જેની કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મારુતી સુઝુકી કંપનીની અર્ટીગા ફોરવ્હીલ કાર જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૩૨,૧૧૫/- ના પ્રોહીબિશન સંબંધિત મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેની સૂચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક ભાવનગર ગ્રામ્ય વિભાગ ધનશ્યામ ગૌતમે ભાવનગર જીલ્લામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સખત સૂચના આપેલ હોઇ ઘોઘા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ બી.કે.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભુતેશ્વર ગામના બસ-સ્ટેન્ડ પાસે પહોંચતા ખાનગી બાતમી મળેલ કે અત્રે વખતે અહીં આગળ ભુતેશ્વર ગામ, નવાપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ કરશનભાઈ ડાભી (રહે.ભુતેશ્વર) પોતાના રહેણાંક મકાને બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી રાખેલ છે અને હાલમાં તે પોતાના રહેણાંકી મકાનેથી આ ઇંગ્લીશ દારૂનો જથ્થો હેરફેર કરતા હોવાની હકીકત મળતા બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં પીએસઆઇ બી.કે.ગોસ્વામી તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ લાલુભા ગોહિલ, અલ્પેશભાઇ રણછોડભાઇ ગલસર, અનીલભાઇ હિંમતભાઇ મકવાણા વગેરે જોડાયા હતા.
પકડાયેલ આરોપીઓ
(૧) નિરેશભાઇ ઉર્ફે હરી ખાટાભાઇ બારૈયા (ઉ.વ.૨૮ ધંધો-ડ્રાઇવીગ રહે. કુડા, મામાના મંદિર પાસે, વાડી વિસ્તાર તા.ઘોઘા, જી.ભાવનગર)
(૨) ભરતભાઇ કરશનભાઇ ડાભી (ઉ.વ.૩૦ ધંધો-ખેતી રહે. ભુતેશ્વર, તા.જી.ભાવનગર)
