ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જીલ્લામાં ગઈ તા.૧૬/૦૫/૨૦૨૧ ના રોજ ધુવાળા થી ધુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષ (ઉ.વ.૪૮)ની લાશ મળી આવેલ હોય જે અજાણ્યા પુરુષની લાશ બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અમૌત નં. ૧૨/૨૦૨૧ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ રજી. થયેલ જેમાં મરણજનારની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ મરણજનારને કોઈ પદાર્થ વડે શરીરે માર મારીને તેમજ દાઢી અને ગાલ તેમજ શરીર ઉપરની ઇજાના કારણે મરણજનારનું મોત થયેલાનું જાણાય આવતા સદરહું અનડીટેક્ટ મર્ડરનો ગુનો રજી. થયેલ.


સદરહું અનડીટેકટ મર્ડરનો ગુનો અનડીટેકટ હોય. જેથી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.)એ ડીટેકટ કરવા માટે આપેલ સચોટ માર્ગદર્શન અને સૂચના હેઠળ પોરબંદર એલ.સી.બી. પીઆઇ આર કે કાંબરીયા એલ.સી.બી. ટીમ સાથે મરણજનારની ઓળખ કરવા બનાવ વખતે મળેલવેલ CCTV ફૂટેજ તથા તપાસના કામે થયેલ કેસ કાગળોનો વધુ અભ્યાસ કરી મોત નિપજાવનાર અજાણ્યા ઇસમને શોધી કાઢવા ટેકનિકલ રાહે તથા અંગત બાતમીદારો મારફતે ઉડાણપૂર્વક તપાસ કરી રહેલ હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એચસી હીમાંશુભાઇ મક્કા તથા વીરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા ચોક્કસ અને ખાનગીરાહે આધારભૂત મળેલ હકીકત સાથે અગાઉથી મળેલવેલ CCTV કેમેરા તથા Call Detail Records સુસંગત જણાતા બનાવ વખતે મોત નિપજાવનાર આરોપી અરજણ બીડી પરબતભાઇ કરમટા રહે. મેવાસાનેશ તા.કુતીયાણા જી.પોરબંદરવાળો તેની સાથેના સાહેદો સાથે તા.૧૫/૦૫/૨૦૨૧ ના રોજ જુનાગઢ અગાઉ ત્રણેક મહીના પહેલા પોતાને થયેલ માથાકુટવાળાને મારવા માટે નીકળેલ અને સામાવાળા નહી મળતા જુનાગઢથી તા.૧૬/૦૫/૨૦૨૧ ની રાત્રે પરત પોતાના ઘરે આવતી વખતે ત્રણ વાગ્યાની આસપાસના સમયે જુનાગઢ જીલ્લાના ડડવા ગામના પાટીયા પાસેથી જાહેર રોડ પર જુનાગઢથી ચૌટા વાંક તરફ ચાલ્યા જતા અજાણ્યા ઇસમને ગાડીમાં બેસાડી પોતાના સાથે પોતાના ઘરે લઇ બેસાડી રાખતા મરણજનાર અજાણ્યો ઇસમ ભાગવા જતા અરજણ ઉર્ફે બીડીએ દારુના નશાની હાલતમાં અજાણ્યા ઇસમને દોરી વડે ઝાડ સાથે બાંધી લાકડાના પોષ વડે શરીરે આડેધડ માર મારી સવાર સુધી બાંધી રાખી જમવાનું કે પાણી પણ ના આપી અનેક વખત ધોકા વડે માર મારતા અજાણ્યો આઘેડ ઉમરનો પુરૂષ ઇસમ મરણ જતા લાશને પોતાના ઘરથી ૪-૫ કી.મી. દુર પોતાની ગાડી નં GJ-06-DQ-1611 વાળી સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાં પાછળની સીટ પર સુવાડીને ધુવાળાથી ધુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં ફેંકી દીધેલ હોવાનું તપાસ દરમ્યાન ફલીત થતા અજાણ્યા આઘેડ પુરુષ ઇસમનું મોત નિપજાવનાર આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટા (ઉ.વ.૩૪ રહે. મેવાસાનેશ તા.કુતીયાણા જી. પોરબંદર)ને ધોરણસર અટક કરી ગુના સંબંધે વધુ પુછપરછ કરવા તથા ગુનામાં વપરાયેલ કાર તથા અન્ય બાબતોનો જીણવટભરી તપાસ થવા આરોપીના દિન-૩ના રીમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવેલ છે.આ કામગીરીમાં એલસીબી પીઆઇ આર કે કાંબરીયા, HC સલીમભાઈ પઠાણ, ઉમેદસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, વીપુલભાઈ ઝાલા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર તથા WASI લાખીબેન મોકરીયા તથા રુપલબેન લખધીર તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા HC જગમાલભાઈ તથા PC રોહિતભાઈ વસાવા વગેરે રોકાયેલ હતા .
ડીટેકટ થયેલ ગુનો:-
કુતીયાણા પો.સ્ટે. ગુ.ર.નં. A- 11218004210278/2021 I.P.C. સ. 302, 201, G.P.Act. સ. ૧૩૫ મુજબ.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
(1) દેવભૂમિ દ્વારકા ભાણવડ પો સ્ટે ગુ રનં III 0003/2017 પ્રોહી ક ડ્રાઇ, ૧૧૬બી, ૮૧ મુજબ
(2) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૪૬/૨૦૧૭ IPC સ. ૪૨૭, ૧૦૬(3), ૧૧૭, GPAct સ. ૧૩૫ મુજબ
(3) જુનાગઢ સી-ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. II ૨૭/૨૦૧૮ MVA સ.૧૮૫ મુજબ
(4) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨/૨૦૧૮ IPC સ. ૪૦૭, ૧૧૪ મુજબ
(5) રાજકોટ ગ્રામ્ય જેતપુર તાલુકા પોસ્ટે. ગુ.ર.નં. III ૩૭૩/૨૦૧૮ પ્રોહી સ ૮૫(1) મુજબ
(6) જુનાગઢ સી-ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. II ૩૭/૨૦૧૯ MVAct સ.૧૮૫ મુજબ
(7) કુતત્યાણા પો.સ્ટે., પોરબંદર ગુ.ર.નં. III ૨૫૯/૨૦૧૯ પ્રોહી ક. ૮૬(1)બી, ૮૫, ૧૧૬બી મુજબ
(8) જુનાગઢ માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. III ૨૪૩/૨૦૧૯ પ્રોહી ક. ૮૫એએ મુજબ
(9) જુનાગઢ માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. ૮૬/૨૦૧૯ MVAct સ.૧૮૫ મુજબ
(10) જુનાગઢ સી-ડીવીઝન ગુ. ર.નં. ૧૨૮/૨૦૧૯ IPC સ. ૨૭૯, ૩૩૭, ૩૩૮, MVAct સ. ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ
(૧૨) જુનાગઢ સી-ડી-વીઝન ગુર નં. ૧૧૨૦૩૦૦૪૨૧૦૧૩/૨૦૨૧ IPC ક ૩ ૨૯, ૩૦૪, ૩૦૫(ર), ૧૧૪ GPAct ક ૧૩૪ મુજબ
(૧૨) જુનાગઢ તાલુકો પો સ્ટે. ગુરનં. ૧૧૨૦૩૦૨૫૨૦૦૯૨૪/૨૦૨૦ પ્રોહી ક. રપચી. ૮૧ મુજબ
(૧૩) ગીર સોમનાથ તલાલા પો સ્ટે. ગુરનં. ૧૧૧૮૬૦૭૨૦૦૮૬૭/૨૦૨૦ પ્રોહી ક. રપચી. ૮૧, મુજબ
(૧૪) ગીર સોમનાથ તલાલા પો સ્ટે. ગુરનં. ૧૧૧૮૬૦૭૨૦૦૮૬૦/૨૦૨૦ પ્રોહી ક રપચી. ૮૧, ૮૨(ર), ૮૯ મુજબ
(૧૫) રાજકોટ ગ્રામ્ય પાટણાવાવ પો સ્ટે. ગુરનં. ૧૧૨૧૩૦૪૩૨૧૦૦૭૯/૨૦૨૧ પ્રોહી ક. રપએચ. ૧૧(ક), ૧૩, ૮૩, ૮૮(ર) મુજબ
(૧૬) પોરબંદર કુતિયાણા પો સ્ટે ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૧૦૨૯૨/૨૦૨૧ MVAct ક ૧૮૫ મુજબ
(૧૭) જુનાગઢ માણાવદર પો સ્ટે. ગુરનં. ૧૧૨૦૩૦૩૭૨૧૦૪૬૭/૨૦૨૧ MVAct ક. ૧૮૫ મુજબ
(૧૮) પોરબંદર બગવદેર પો સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૩૨૨૦૦૦૮/૨૦૨૨ પ્રોહી ક ૬(૧)(બી) રપચી, ૧૧(ક), ૮૧ મુજબ
(૧૯) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૨૦૧૦૩/૨૦૨૨ MVAct ક ૧૮૫ મુજબ
(૨૦) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૩૦૩૪૦/૨૦૨૩ પ્રોહી ક ૬(૨)(બી) ૮૯ મુજબ
(૨૧) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૩૦૩૦૩/૨૦૨૩ IPC ક ૨૭૩, ૩૦૪(અ), MVAct ક ૧૭૭, ૧૮૩, ૧૮૪ મુજબ
(૨૨) જામનગર સીટી બી-ડીવીઝન પો સ્ટે. ગુરનં. ૧૧૨૦૨૦૦૯૨૩૧૮૯૨/૨૦૨૩ પ્રોહી ક. રપએચ. ૧૧(ક), ૧૧(ડી), ૮૧ મુજબ
(૨૩) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૫૦૧૦૮/૨૦૨૪ પ્રોહી ક. રપએચ. મુજબ
(૨૪) જામનગર મેધાપર (પડાણા) પો સ્ટે. ગુર નં. ૧૧૨૦૨૦૩૮૪૨૦૮૭૯/૨૦૨૪ પ્રોહી ક. રપચી. ૧૧(ક), ૮૧, મુજબ
(૨૫) જામનગર સીટી બી-ડીવીઝન પો સ્ટે. ગુરનં. ૧૧૨૦૨૦૦૯૨૩૧૮૯૨/૨૦૨૩ પ્રોહી ક. રપએચ. ૧૧(ક), ૧૧(ડી), ૮૧ મુજબ
(૨૬) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૩૦૫૧૪/૨૦૨૩ પ્રોહી ક ૬(૧)(બી) ૮૯ મુજબ
(૨૭) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૪૦૧૨૮/૨૦૨૪ પ્રોહી ક. રપચી. ૧૧(ક), ૧૧(ડી), ૮૧, ૮૮(ર) મુજબ
(૨૮) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૫૦૨૭૧/૨૦૨૫ BNS ક ૩૫૯(૩), ૩૫૨, GPAct ક ૧૩૪ મુજબ
(૨૯) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૫૦૩૪૦/૨૦૨૫ BNS ક ૩૫૯(૩), ૩૫૨ મુજબ
(૩૦) પોરબંદર કુતિયાણા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૫૦૪૨૦/૨૦૨૫ પ્રોહી ક ૬(૧)(બી) ૮૯ મુજબ
