Friday June 20, 2025

કૃષ્ણનગરીમાં જગત મંદિરના શિખર ઉપર ફરી એકવાર ડ્રોન કેમેરો ઉડ્યો: આરોપીની અટકાયત

– મંજૂરી વગર ડ્રોન ચલાવતા મુંબઈનો શખ્સ ઝડપાયો –

– અનેક જાહેરાતો બાદ પણ ડ્રોનના કિસ્સા યથાવત –

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫

           ભારતના પશ્ચિમ વિસ્તારમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા વિસ્તાર સંવેદનશીલ હોવાથી, દ્વારકાનું જગત મંદિર દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેના કારણે દ્વારકા જગત મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે. કોઈપણ જાતના ઇલેક્ટ્રોનિક ઉપકરણ, મોબાઈલ જગત મંદિર અંદર લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જગત મંદિર આજુબાજુના વિસ્તારમાં ડ્રોન કેમેરો ઉડાડવા પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તે છતાં પણ જગત મંદિર પર અવારનવાર ડ્રોન કેમેરો ઉડતા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થતા રહ્યા છે.

         જે પૈકી સોમવારે સવારે જગત મંદિર શિખર પર ફરી એક વખત ગેરકાયદેસર ડ્રોન કેમેરા દ્વારા શૂટ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગત મંદિર પર ડ્રોન કેમેરો આશરે પાંચેક મિનિટથી વધુ શૂટિંગ કરતો જોવામાં આવ્યો હતો. આ ડ્રોન કેમેરાનું શૂટિંગ ચાલુ હોય, તે દરમિયાન ફરજ પરના પોલીસ જવાનોને વાત ધ્યાને આવતા ડ્રોન કેમેરો ચલાવનારને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ મુંબઈનો રહેવાસી અને યુ-ટ્યુબર હોવાની જાણકારી મળી હતી.

       આથી વેસ્ટ મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં રહેતા ભવ્ય રમેશભાઈ શાહ (ઉ.વ. 28) ને પોલીસ જવાનોએ 56 સીડી પાસે આવેલ એક પૌરાણિક મંદિર નજીકથી શૂટિંગ કરતો ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જઈ, ધોરણસરની હાથ ધરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top