કેશોદ ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલી બિલાડીને એનિમલ કેર સંસ્થાએ જીવતદાન આપ્યું

કૂવામાં સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા પશુ સેવા સંસ્થાને કરવામાં આવી હતી

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫

     ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે 90 ફૂટ ઊંડા એક કૂવામાં છેલ્લા સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જેથી કુણાલ વાઘેલા, દેશુર ધમા, મેહુલ યાજ્ઞિક સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને આ બિલાડીને નવું જીવન આપવામાં આવ્યું હતું.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *