ખંભાળિયામાં મંગળવારે પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬
ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ અગિયારમાં તબક્કાનો “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી) આગામી મંગળવાર તા. 10 ના રોજ સવારે 9 વાગ્યે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલ નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો છે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં શહેરીજનો સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડને લગત સેવા, રાશન કાર્ડને લગત સેવા, જાતિ પ્રમાણપત્રો, આયુષ્યમાન કાર્ડ, બીપી અને ડાયાબિટીસની ચકાસણી, ઘરના નવા વીજ જોડાણ માટેની અરજીઓ, બેંકને લગત સેવાઓ, લાયસન્સને લગત સેવા, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, કુટુંબીક સહાય યોજના, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના સમાજ કલ્યાણ અનુસુચિત જાતિની સેવાઓ, જન્મ મરણ પ્રમાણપત્ર, પ્રોપર્ટી ટેક્સ, ગુમાસ્તા ધારા, ટોઇલેટ અરજી, આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ, વિધવા સહાય યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ શહેરીજનો લઇ શકશે. જેથી ખંભાળિયા વિસ્તારના નગરજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને વિવિધ યોજનાઓનો લાભ લેવા ખંભાળિયા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
