Headlines

ધોરણ ૧૨ કોમર્સ – આંકડાશાસ્ત્ર વિષયમાં સફળતા માટે આયોજનબદ્ધ તૈયારી જરૂરી : હેમંત સોલંકી


 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષાઓ શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી અત્યંત જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયને ગણિતીય વિષય માનતા હોવાથી શરૂઆતમાં થોડી ભયભીતતા અનુભવતા હોય છે, પરંતુ બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને ચેપ્ટરવાર બ્લૂપ્રિન્ટનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે કે યોગ્ય દિશામાં ગાણિતિક સાથે જો થિયરીની તૈયારી કરવામાં આવે તો આ વિષયમાં સારા ગુણ મેળવવા સરળ બની શકે છે.

બોર્ડ દ્વારા આપવામાં આવેલી બ્લૂપ્રિન્ટ મુજબ પ્રથમ વિભાગ A માં 1 ગુણના વિકલ્પ આધારિત 20 પ્રશ્નો હોય છે. જ્યારે વિભાગ B માં એક વાક્યમાં જવાબ આપવાના હોય છે આ વિભાગમાં વિદ્યાર્થીઓને સરળતાથી ગુણ મેળવી શકાય છે, જો તેઓ પાઠ્યપુસ્તકની મૂળભૂત વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ અને સૂત્રો પર ખાસ ધ્યાન આપવું જોઈએ ઘણા વિદ્યાર્થીઓ આ વિભાગને હળવાશથી લેતા હોય છે, પરંતુ અહીંથી મેળવેલા ગુણ આખા પરિણામમાં મહત્વપૂર્ણ બની શકે છે.

વિભાગ C માં 2 ગુણના પ્રશ્નોમાં સામાન્ય રીતે ટૂંકા પ્રકારના દાખલા અને થિયરી પૂછવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓએ માત્ર વ્યાખ્યા યાદ રાખવી પૂરતી નથી, પરંતુ પ્રશ્નનો અર્થ સમજીને સંક્ષિપ્ત અને ચોક્કસ ઉત્તર આપવાની ટેવ પાડવી જોઈએ.ખાસ કરીને સૂચકઆંકના પ્રકારો, સહસંબંધનો અર્થ, સામાયિક શ્રેણીના પ્રકારો, દ્વિપદી ગુણધર્મ અને લક્ષ, વિકલન જેવા મુદ્દાઓ સ્પષ્ટ હોવા જોઈએ.

વિભાગ C માં 3 ગુણના પ્રશ્નો માટે વિદ્યાર્થીઓએ ગણિતીય પ્રક્રિયા સમજવી અત્યંત જરૂરી છે. આંકડાશાસ્ત્રમાં માત્ર અંતિમ જવાબ મહત્વનો નથી, પરંતુ પ્રક્રિયા, સૂત્ર અને પગલાં પણ એટલા જ મહત્વના હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ જવાબ સાચો લખે છે પરંતુ પ્રક્રિયા સ્પષ્ટ ન દર્શાવવાથી ગુણ ઘટી જાય છે. તેથી દરેક પ્રશ્ન ઉકેલતી વખતે પહેલા યોગ્ય સૂત્ર લખવું, પછી ગણતરીના પગલાં બતાવવા અને અંતે સ્પષ્ટ ઉત્તર આપવાની ટેવ પાડવી જોઈએ. 

જ્યારે વિભાગ D પ્રમાણ વિતરણના 2 દાખલા લક્ષ વિકલન માંથી ગણિત આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તેથી આ ખાસ ભાર આપવો જરૂરી છે. અહીં પદ્ધતિ સમજ્યા પછી પાઠ્યપુસ્તકના ઉદાહરણો તથા અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોના દાખલા ખાસ જોવા જોઈએ.

વિભાગ F માં 5 ગુણના પ્રશ્નો સામાન્ય રીતે વિશ્લેષણાત્મક સ્વરૂપના હોય છે. અહીં પ્રશ્નને ધ્યાનપૂર્વક વાંચીને યોગ્ય પદ્ધતિ પસંદ કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. સૂચકઆંક અને સહસબંધ નિયતસબંધ સામાયિક શ્રેણી માંથી મોટા દાખલા છે. તેથી વિદ્યાર્થીઓ એ ગણતરીની રીતો સારી રીતે સમજવી જોઈએ અને વારંવાર ખાસ જોવા જોઈએ.

તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓએ સૌપ્રથમ, પાઠ્યપુસ્તકના ઉદાહરણો ખૂબ ધ્યાનપૂર્વક ઉકેલવા જોઈએ કારણ કે બોર્ડના પ્રશ્નો ઘણી વખત એ જ પ્રકારના જોવા મળે છે.

બીજું, મહત્વના સૂત્રો એક અલગ લખી રાખવાથી પુનરાવર્તન સરળ બને છે.

ત્રીજું, જૂના પ્રશ્નપત્રો ઉકેલવાથી પ્રશ્નોની રચના અને સમય વ્યવસ્થાપન બંનેમાં સુધારો થાય છે.

અંતિમ દિવસે વિદ્યાર્થીઓએ નવા પાઠ શરૂ કરવાની જગ્યાએ અગાઉ ભણેલા પાઠનું પુનરાવર્તન કરવું વધુ યોગ્ય છે. સૂત્રો, મહત્વના ઉદાહરણો અને વારંવાર પૂછાતા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આત્મવિશ્વાસ વધે છે.

યોગ્ય પ્રેક્ટિસ અને પાઠ્યપુસ્તકના આધારે તૈયારી કરવામાં આવે તો આંકડાશાસ્ત્ર વિષયમાં ઉત્તમ પરિણામ મેળવવું સંપૂર્ણ શક્ય છે. એક વાત આપણે અહીં નોંધીએ માંગેલ સંખ્યામાં જવાબ આપવા જોઈએ જેમ કે વિભાગ C માં 9 માંથી 7 જવાબ આપવા જોઈએ પહેલા જરૂર હોય એટલા જવાબ લખો પણ જો છેલ્લે સમયની અનુકૂળતા હોય તો એક એક જવાબ વધારે દરેક વિભાગમાં લખી શકાય તે માટે અગાઉથી જગ્યા અને આયોજન કરવું જોઈએ.

તમામ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

લેખક: હેમંતભાઈ સોલંકી

પ્રમુખ, એકેડેમિક એસોસિએશન ઓફ ભાવનગર

મો. 9825663828


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *