Headlines

ભાવનગરના યુવા એડવોકેટ ડો. પિન્કીબેન રિઝવાણીનો આજે જન્મદિવસ


વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૭

ભાવનગર જિલ્લા પંચાયતમાં કાનૂની અધિકારી તરીકે ફરજ બજાવતા યુવા એડવોકેટ ડો. પિન્કીબેન અશોકભાઈ રિઝવાણીનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.ડો. પિન્કીબેન રિઝવાણી માત્ર કાનૂની ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગરના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. ટ્રસ્ટ મારફતે તેમજ વ્યક્તિગત સ્તરે તેઓ અમાસ, વિવિધ વાર-તહેવારો તથા અન્ય પ્રસંગોએ ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર, નાસ્તો, ભોજન સહિતની સહાય પહોંચાડતા રહે છે. તે ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક મદદ તથા પ્રોત્સાહન આપવાના કાર્યમાં પણ તેઓ સક્રિય રહ્યા છે. ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સતત જોડાયેલા રહેતા ડો. પિન્કીબેન રિઝવાણીના તા. ૭ માર્ચના જન્મદિવસ નિમિત્તે તેમના સ્નેહીઓ, મિત્રો અને શુભેચ્છકવર્ગ તરફથી શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *