જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦
ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા રાજા રાયા ભોજાણી નામના શખ્સને પોલીસે રૂ. 22,800 ની કિંમતની વિદેશી દારૂની 19 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં વીંઝલપર ગામનો દેવશી ખોડા રાણંગા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. અન્ય એક કાર્યવાહીમાં અહીંની શિવ પ્રસાદ સોસાયટી વિસ્તારમાંથી ધીરુ મેરૂભાઈ બાંભવા (રહે. શક્તિ નગર) ને પોલીસે રૂપિયા 16,800 ની કિંમતની વિદેશી દારૂની 14 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પણ દેવશી ખોડા રાણંગા ફરાર જાહેર થયો છે.
