
– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવાયું –
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫
ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા – જામનગર માર્ગ પર ચેકિંગ કાર્યવાહીમાં મોટરસાયકલ મારફતે ઓવર સ્પીડમાં બાઈક ચલાવી અને ભયજનકરીતે સ્ટંટ કરતા 13 મોટરસાયકલ ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા.
રજીસ્ટ્રેશન નંબર વગરની બાઈક તેમજ ડ્રાયવિંગ લાયસન્સ વગર નીકળેલા આ રેસિંગ સ્ટંટબાજો જામનગર, સિક્કા, બેડ તથા સલાયા વિગેરે વિસ્તારના હોવાનું ખુલવા પામ્યું હતું. જે તમામ સામે પોલીસે એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.
આ રીતે ટ્રાફિક પોલીસે બીજાના જીવને જોખમમાં મુકતા આ સ્ટંટબાજોને કાયદાનું ભાન કરાવ્યું હતું.



(ફોટો:- કુંજન રાડિયા)