Saturday June 21, 2025

ખંભાળિયા નજીક બોલેરો અડફેટે રીક્ષાસવારનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫

      ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 36 વી. 5520 નંબરના બોલેરો વાહનના ચાલકે આ માર્ગ પર માર્ગ પર જી.જે. 10 ટી.ડબલ્યુ. 3677 નંબરની એક વાસ્પા રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. આ ટક્કરમાં રિક્ષામાં જઈ રહેલા રામભાઈ કેસરિયા નામના એક પ્રૌઢને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર દિલીપભાઈને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

       અકસ્માત સર્જીને બોલેરો પીકઅપ વાહનનો ચાલક નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ અંગે મૃતકના ભત્રીજા મુકેશભાઈ કાનાભાઈ કેસરિયા (ઉ.વ. 30, રહે. જામનગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો પીકઅપ વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જયપાલસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

____________________________________________________________________________

અજાણ્યા મોટરસાયકલની ઠોકરે નવા તથીયાનો યુવાન ઈજાગ્રસ્ત

      ખંભાળિયા તાલુકાના નવા તથિયા ગામે રહેતા કરસનભાઈ ભીખાભાઈ પિંડારિયા નામના 47 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે લલીયા તથા તથિયા ગામ વચ્ચે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરસાયકલના ઝાલકે તેમને અડફેટે લઈ, ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.

       આ અકસ્માત સર્જીને અજાણ્યો મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હતો. જે અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.

____________________________________________________________________________

દ્વારકામાં વધુ એક મોબાઇલ ફોન ચોરાયો

        દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતેથી પ્રવીણભાઈ કુમાર નામના એક યુવાનનો રૂપિયા 44 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top