Friday June 20, 2025

ખંભાળિયા હાઈવે માર્ગ પર બાઈક સ્ટંટ કરતા બાર શખ્સો ઝડપાયા: વાહનો કબજે

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫

      ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર બેફામ રીતે બાઇક ચલાવી, સ્ટંટ કરતા 12 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

        આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા હાઈવે પર કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને આંતરિક રેસ તેમજ સ્ટંટ કરતા હોવાથી પોલીસે આ અંગે તાકીદની કાર્યવાહી કરી અને ખંભાળિયા તથા કલ્યાણપુર પોલીસ મથક વિસ્તારના જુદા જુદા 12 વાહન ચાલકોને ગફલતભરી રીતે બાઈક રેસિંગ કરતા ઝડપી લઈ, જુદી જુદી બહેન 12 મોટરસાયકલ કબજે કરીને આ વાહન ચાલકો સામે ગુનો નોંધ્યો છે.

      દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અવિરત રીતે સોશિયલ મીડિયામાં સતત વોચ રાખી, અને આવી ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર છે.

      આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, ખંભાળિયાના પી.આઈ. દેસાઈ, પી.એસ.આઈ. ગોહિલ, ટ્રાફિક પી.એસ.આઈ. સોલંકી તેમજ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top