બદલાયે છે આવકારો ‘ ને વંદન બદલાય છે.
માણસની સ્થિતિ પ્રમાણે સંબોધન બદલાય છે.
પોતાના કામો બધા જયારે પૂરા થૈ જાય છે,
ત્યારે ત્યારે માણસોનું હા વર્તન બદલાય છે.
જયારે જયારે આવતી તું મારી સામે એ ઘડી,
આંદોલિત આ શ્વાસનું આવાગમન બદલાય છે.
તારા પગલાં જો પડે તો ખીલી ઉઠતું હોય છે,
તારી જૂદાઈ થયે આખું ચમન બદલાય છે.
રોજે જીવું હું અને રોજે હું મરતો હોઉં છું,
રોજે આવે એ પ્રસંગો કે કફન બદલાય છે.
@ ગિરીશ રઢુકિયા
