Saturday June 21, 2025

ગુંડાજલી ઝરમાં જેસીબી વડે રેતી માટી કાઢવાની ના પાડવામાં આવતા યુવક પર હુમલો

ફોરવ્હીલ કાર કારમાં કુહાડી,લાકડી,છરી જેવા હથીયાર સાથે જસી આવેલા ચાર શખ્સો સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ

પોરબંદર
પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં ગુંડાજલી જર પાસે જેસીબી વડે રેતી અને માટી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ તેમને આ કામ નહીં કરવાનું કહેતા બોલાચાલી થતા ચાર શખ્સોએ આ કામ કરવાની ના પાડનાર એક યુવક ઉપર ફોરવ્હીલ કાર કારમાં કુહાડી,લાકડી,છરી જેવા હથીયાર સાથે આવી ફરીયાદીના કબ્જા ભોગવાટા વાળા વાડામાં પ્રવેશ કરી ગાળો આપી હુમલો કર્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સરમણ ઉર્ફે નિલેષ લખમણભાઇ ગુરગુટીયા (ઉ.વ ૩૬ ધંધો માલઢોર રહે.આટીવારા નેશ તા.રાણાવાવ)એ (૧) રમેશ પોલા ગુરગુટીયા (૨) સરમણ પોલા ગુરગુટીયા (૩) કિશોર સાજણ ગુરગુટીયા (૪) અમરા પોલા ગુરગુટીયા (૫) ભાયા રૂડા ગુરગુડીયા (રહે.તમામ આદીત્યાણા) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી રમેશ પોલાના નેસની બાજુમાં બાજુમાં આવેલ ગુંડાજલી ઝરમાંથી જેસીબી વડે માટી,રેતી કાઢતા હોય જેથી ફરીયાદીએ માટી,રેતી કાઢવાની ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થતા જે વાતનું મનદુઃખ રાખી આરોપી રમેશ તથા સરમણ અને કિશોર ફોરવ્હીલ કાર કારમાં કુહાડી,લાકડી,છરી જેવા હથીયાર સાથે આવી ફરીયાદીના કબ્જા ભોગવાટા વાળા વાડામાં પ્રવેશ કરી ગાળો આપી આરોપી રમેશે કુહાડી વડે તથા સરમણે લાકડી વડે તથા કિશોરે શરીરે આડેધડ ઢીકાપાટુનો ફરીયાદી તથા હાજર રહેલ અશોક લખમણ ગુરગુટીયા તથા નાથા લખમણ ગુરગુટીયાને મારમારી ફરીયાદીને બન્ને પગમાં ફેકચર કરી ગંભીર ઇજા પહોચાડી રમેશે જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ ત્યારબાદ આરોપી અમરાપોલા અને ભાયા રૂડા અલગ અલગ મોટર સાયકલમાં લાકડીઓ સાથેઆવી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી મારમારી ઇજા પહોચાડી હતી. તા.૧૧/૧/૨૦૨૫ના ૯/૩૦ વાગ્યાના અરસામાં સીમેન્ટ ફેકટરીની પાછળના ભાગે ગુડા જલી ઝર પાસે ફરીયાદીના વાડામાં બનેલી આ ઘટના અંગે રાણાવાવ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨),૧૧૭(૨),૧ ૧૮(૨),૩૨૯(૩),૩૫૨, ૩૫૧(૩),૫૪તથા Gpact ક.૧૩૫ મુજબ ગુનો દાખલ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી ડી વાઘેલા એ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top