
પોરબંદર
પોરબંદર જીલ્લામાં ગુમ થયેલ બાળકો/ સ્ત્રી/પુરૂષોને શોધી કાઢવા માટે ખાસ સ્પેશ્યલ ડ્રાઇવ (ઝુંબેશ) રાખવામાં આવેલ હોય, અને માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.જી.ચુડાસમા તથા એ.એ.ડોડીયાના માર્ગદશર્ન હેઠળ માધવપુર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટ્રેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગુરમીતકોર સોનસિંગ સુરતસિંગ સિકલીકર (ઉ.વ.૧૯ રહે.માધવપુર ગામ, સાગરશાળા પાસે, તા.જિ.પોરબંદર)ને શોધી કાઢી તેનુ તેના પરિવાર સાથે મીલન કરાવી પ્રશંસનિય કામગીરી કરી “પોલીસ પ્રજાનો મિત્ર છે ” તે સુત્રને સાર્થક કરેલ છે.

આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ સી.એચ.સોલંકી, કોન્સ્ટેબલ લખમણ મેરૂભાઇ, લોકરક્ષક ધર્મેશ ગોવીંદભાઇ વાળા વગેરે જોડાયા હતા.