Friday June 20, 2025

જન્મદિવસ શુભેચ્છા: દેવભૂમિ દ્વારકા ભાજપના જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫

      દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાના એવા આરંભડા ગામે તા. 11 એપ્રિલના રોજ જન્મેલા યુવરાજસિંહ બનેસિંહ વાઢેર નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર છ ના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી. ત્યાર બાદ ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી, જામનગર જિલ્લા યુવા ભાજપના મંત્રી તેમજ ઓખા શહેર ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યાર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા પછી હાલ તેઓ જિલ્લાના મહામંત્રી તરીકે બીજી ટર્મથી કાર્યરત છે.

        છેલ્લા આશરે બે દાયકાથી વધુ સમય થયા તેઓ સંગઠનમાં સતત જુદી જુદી જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેમણે યુવાનોમાં, વડીલોમાં તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સારી લોકચાહના મેળવી છે. ત્યારે ઓખા મંડળના ભાજપના પાયાના કાર્યકર યુવરાજસિંહ વાઢેર ઉચ્ચ નેતાઓની ગુડ બુકમાં પોતાનું નામ ધરાવે છે.

         મૃદુભાષી અને બિનવિવાદાસ્પદ સાબિત થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેરના આજે જન્મદિવસ નિમિત્તે તેમને ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં મિત્ર મંડળ દ્વારા તેમના મોબાઈલ નંબર 81281 01441 પર જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top