Saturday June 21, 2025

તેરા તુજકો અર્પણ

30.63 લાખના વાહનો અને 68,000ના 3 ફોન લોકોને પરત કરતી પોરબંદર પોલીસ

પાર્ટ એ.બી.સી.નો રૂ.૩૦,૬૩,૦૦૦નો મુદ્દામાલ અને “CEIR” પોર્ટલના ઉપયોગથી રૂ.૬૮,૦૦૦/-ના ૩ ફોન શોધી કાઢી મુળ માલીકને સોપી આપતી હાર્બર મરીન પોલીસ

લોકોના ખોવાયેલા ફોન ટ્રેકિંગમાં મૂકીને પોલીસે શોધી આપ્યા અને જે તે સમયે કબજે લેવાયેલા વાહનો પણ કોર્ટના હુકમથી પરત કર્યા

પોરબંદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરાક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ ગુન્હાના કામે નાનામોટા વાહનો કબ્જે કરવામાં આવેલ જે નામદાર કોર્ટના અલગ અલગ હુકમોના આઘારે મુદામાલ મુળ માલીકને સોપવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ રાખવામા આવેલ હતો. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો દ્રારા મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ ગુન્હાના કામે નાનામોટા વાહનો કબ્જે કરવામા આવેલ મુદામાલ મુળ માલીકોને સુપરત કરેલ જેમા પાર્ટ એ,બી.સી.નો કુલ મુદામાલ જેની કી.રૂ.૩૦,૬૩,૦૦૦/- તેમજ હાર્બર મરીન પોલીસ ટીમો બનાવી ટેકનીકલ સોર્સના આધારે “CEIR” પોર્ટલ CENTRAL EQUIPMENT IDENTITY REGISTER GOV વેબસાઇટની મદદથી ટ્રેકીંગમાં મુકી CEIR પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોનો ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે જેમાં કુલ મોબાઇલ ફોન-૩ જેની કિં.રૂ.૬૮,૦૦૦/-એમ કુલ કી.રૂ.૩૧,૩૧,૦૦૦/-નો મુદામાલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકોને પરત સોપવામા આવેલ છે. આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે, પીએસઆઇ એન.કે.વાઘેલા, એએસઆઇ બી.ડી.વાઘેલા, મહિલા જમાદાર યુ.પી.ખુમાણ તથા હેડ કોન્સ્ટેબલ પી.એન.બંધિયા, મહિલા જમાદાર એસ.ડી.બગડા દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top