દ્વારકાના ગોમતી ઘાટ પર બે માસથી સાઈબેરીયન સીગલ પક્ષીનો જમાવડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫

         મુખ્યત્વે યુરોપ, સાયબેરીયા, કઝાકીસ્તાન અને ચાઈનામાં જોવા મળતાં વિદેશી સીગલ બર્ડ દર વર્ષે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં પણ સીગલ બર્ડ શિયાળાછે આશરે બે માસ જેટલા સમય થવા છતાં હજુ પણ સીગલ પક્ષીનો જમાવડો યથાવત જોવા મળી રહયો છે. બે માસથી મોટી સંખ્યામાં સીગલ બર્ડઝ દ્વારકામાં ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર તેમજ દરીયાઈ પટ્ટીમાં જોવા મળે છે.

         યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ – દર્શનાર્થીઓ આવી રહ્યા છે. ત્યારે દરિયા કાંઠે જોવા મળતાં પક્ષીઓ સાથે યાત્રીકો પણ કાજુ, બિસ્કિટ, ગાંઠીયા સહિતના ખાદ્ય પદાર્થો ખવડાવી, તેઓની સાથે સેલ્ફી લેવાનો આનંદ ઉઠાવી રહ્યા છે.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *