જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૬
દ્વારકા ખાતે અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કરાવ્યો હતો. સાથે તેમણે દ્વારકાધીશ મંદિર અને શારદાપીઠ ખાતે દર્શન કર્યા હતા.
આ ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંધવી (હર્ષદ) ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યાં હતાં તેમજ વન વિભાગ દ્વારા નિર્મિત અને સંવર્ધિત હરસિદ્ધિ સાંસ્કૃતિક વનની મુલાકાત પણ લીધી હતી.





(ફોટો:- કુંજન રાડિયા)
