Headlines

દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે કરુણાંતિકા: યુવકે ગોમતી નદીમાં ઝંપલાવી આયુષ્ય ટૂંકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

     

યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક યુવકે પવિત્ર ગોમતી ઘાટ પરથી નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.

      સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ આત્મઘાતી પગલાં પાછળ કથિત પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ દ્વારકા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. નવા વર્ષની શરૂઆતમાં જ બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *