Headlines

નવારતનપર લાઈબ્રેરીની ચાવી પ્રવીણ મકવાણાએ પડાવી લેતા ઋત્વિક કંટારીયાની સરપંચને ફરિયાદ: સરપંચ ચાવી પરત મેળવવા એક્શન મૂડમાં


પંચાયતની જગ્યામાં ઉભા કરાયેલા ગેરકાયદે શોપિંગ મોલને હટાવવા નોટિસ બાદ હવે કડક કાર્યવાહીની સતત પાંચમી વખત સરપંચની તૈયારી

​ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર

નવારતનપર ગામમાં પંચાયતની માલિકીની લાઈબ્રેરીની ચાવી પરત મેળવવા માટે સરપંચ ગૌતમ બારૈયા અત્યારે ફૂલ એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. એક તરફ આજે તાલુકા પંચાયતની બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ ગામની લાઈબ્રેરીનો વહીવટ પંચાયત હસ્તક હોવા છતાં તેની ચાવી અન્ય શખ્સ પાસે હોવાના મુદ્દે ભારે ચર્ચાઓ જાગી છે. અગાઉ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટે આ લાઈબ્રેરીનો કબજો છોડી ચાવીઓ કાયદેસર રીતે સરપંચને સોંપી દીધી હતી, પરંતુ હવે આ ચાવીઓ ફરીથી પડાવી લેવામાં આવી હોવાનું સામે આવતા સરપંચે કડક વલણ અપનાવ્યું છે.

સરપંચની ‘ધ ગ્રેટ વર્લ્ડ’ સાથે ખાસ વાતચીત

સરપંચ ગૌતમ બારૈયાએ ‘ધ ગ્રેટ વર્લ્ડ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લાઈબ્રેરીના સંચાલન માટે તેમણે ગામના જે વિદ્યાર્થીઓની વરણી કરી હતી તે પૈકીના ઋત્વિક કંટારીયા નામના વિદ્યાર્થીએ તેમને આવીને ફરિયાદ કરી છે. ઋત્વિકના જણાવ્યા અનુસાર, અગાઉ લાઈબ્રેરી સંભાળતા પ્રવીણ મકવાણા નામના શખ્સે વિદ્યાર્થીઓ પાસેથી લાઈબ્રેરીની ચાવીઓ લઈ લીધી છે. આ બાબત પંચાયતના વહીવટમાં સીધી દખલગીરી સમાન હોવાથી સરપંચે આ ચાવીઓ કોઈપણ ભોગે પરત લેવાની મક્કમતા દર્શાવી છે.

જવાબદારી સોંપાયેલા વિદ્યાર્થીઓની યાદી (સહી સાથે):

સરપંચે લાઈબ્રેરીની દેખરેખ માટે જે ૧૨ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી હતી, તે નીચે મુજબ છે:

૧. અશ્વિન ચૌહાણ, ૨. દિપક બારૈયા, ૩. ઋત્વિક કંટારિયા, ૪. વિજય બારૈયા, ૫. હિતેશ બારૈયા, ૬. મેહુલ વાઘેલા, ૭. અક્ષય બારૈયા, ૮. જતિન બારૈયા, ૯. પ્રદિપ બારૈયા, ૧૦. યશ બારૈયા, ૧૧. જયપાલ બારૈયા, ૧૨. વૈભવ ચૌહાણ.

ગેરકાયદે શોપિંગ મોલ પર તોળાતું જોખમ

લાઈબ્રેરીના વિવાદની સાથે સરપંચે પ્રવીણ મકવાણા સામે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે. સરપંચના જણાવ્યા મુજબ, પ્રવીણ મકવાણાએ પંચાયતની ગેરકાયદે જગ્યામાં પોતાનો શોપિંગ મોલ ઉભો કરી દીધો છે. આ મુદ્દે અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ હટાવવામાં આવ્યું નહોતું. પરંતુ હવે ચાવીના વિવાદ બાદ સરપંચે સ્પષ્ટ કર્યું છે કે, લાઈબ્રેરીની ચાવી પરત લેવાની સાથે-સાથે આ ગેરકાયદે શોપિંગ મોલને હટાવવા માટેના કાયદેસરના એક્શન પણ તાત્કાલિક લેવામાં આવશે.

​જોકે, ગામમાં એવી પણ ચર્ચા છે કે સરપંચ અગાઉ પણ અનેક વખત એક્શન લેવાની વાત કરી ચુક્યા છે પણ અમલ કરી શક્યા નથી, ત્યારે આ વખતે તેમની મક્કમતા શું પરિણામ લાવે છે તે જોવું રહ્યું. પોતાની પાસે સર પંચાયતની લાઇબ્રેરી ન કોઈ સત્તાવાર કબજો નહીં હોવા છતાં તેણે ચાવી પોતાની પાસે લેવાની હિંમત કરી છે તે બાબત એવા પણ સંકેતો આપી રહી છે કે આવનારા દિવસોમાં સત્તાનું કોઈ વિચિત્ર પરિવર્તન આવવાનું હોય અને તેનો ભાગરૂપે આ હિંમત કરવામાં આવી હોય – તેમ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *