ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીના વ્યાસાસને રામકથાનો પ્રારંભ

હરેશ જોષી, વેલિંગ્ટન

ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી.
રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલનું વિશેષ સન્માન વ્યાસપીઠ દ્વારા કરવામાં આવ્યું હતું.
કથા ગાન કરી રહેલા પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીએ રામચરિત માનસનો મહિમાગાન કરતાં જણાવ્યું હતું કે સનાતન ધર્મ અખંડ છે. અને કોઈ પણ પ્રત્યે ભેદભાવ રાખનાર નથી. કથા સત્સંગ સમાજની એકતા માટે અને શાંતિ માટે જરૂરી છે. યુવાનોને માર્ગદર્શન મળે તે માટે પણ સત્સંગની જરૂરિયાત રહેલી છે.
આ રામકથા આયોજનમાં સૌ ઉત્સાહપૂર્વક જોડાયા છે.
રામકથા વિરામ આગામી તા.13 ને ગુરુવારે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *