પોરબંદરમાં ખોટા પાવર ઓફ એટર્નીથી જમીન પડાવી લેનાર મહિલાની પોલીસને તલાશ
રોશનબેન બદરૂરદીન આડતીયા નામ ધારણ કરનાર અજાણી સ્ત્રીની ઓળખ થવા સારૂ પોલીસે આ મહિલાની તસવીર જારી કરી
તસવીરમાં દેખાતી મહિલાની ખરી ઓળખ કોઈ પાસે હોય તો પોલીસે જારી કરેલા નંબરો ઉપર જાણ કરી શકાય છે: માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખશે પોલીસ
પોરબંદર
ખોટા પાવર ઓફ એટર્નીથી જમીન પડાવી લેનાર મહિલા પોતે જ ઓઝલ થઈ ગઈ છે !! કંઈક મોટો ખેલ ખેલાયો છે !!! કીર્તિમંદિર પોલીસના આઇપીસી કલમ-૧૨૦(બી), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૧૧૪ મુજબના કામે છેલ્લા ૪ વર્ષથી નાસતા-ફરતા આરોપી બહેન રોશનબેન બદરૂરદીન આડતીયા નામ ધારણ કરનાર અજાણી સ્ત્રીની ઓળખ થવા સારૂ પોલીસે આ મહિલાની તસવીર જારી કરીને લોકોને અનુરોધ કર્યો છે કે કોઈ વ્યક્તિ આ મહિલાની ખરી ઓળખ આપી શકે તેમ હોય તો પોલીસને આ મદદની જરૂર છે. પોલીસ માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખશે એવી બાહેધારી આપવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે કીર્તિ મંદિર પોલીસના 2020 ના આઇપીસી કલમ-૧૨૦(બી), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૧૧૪ મુજબના કામે રોશનબેન બદરૂરદીન આડતીયા નામ ધારણ કરનાર આરોપી બહેને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી ગુનાના ફરિયાદીની ખોટી પાવર ઓફ એટર્નીથી ખોટો દસ્તાવેજ બનાવી ફરીયાદીની જમીન પડાવી લઇ ગુન્હો કરેલ છે. આ ગુન્હાની તપાસ દરમ્યાન છેલ્લા ૪ વર્ષથી નાસતા-ફરતા આરોપી બહેન રોશનબેન બદરૂરદીન આડતીયા નામ ધારણ કરનાર અજાણી સ્ત્રીના ફોટા આ સાથે જાહેર કરાયા છે. જેથી ફોટાવાળી સ્ત્રીને કોઇ ઓળખતુ હોય અથવા ફોટાવાળી સ્ત્રી બાબતેની કોઇ માહીતી હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી જાણ કરવા વિનંતી છે. માહીતી આપનારનુ નામ ખાનગી રાખવામાં આવશે.
Box
પોલીસને માહિતી આપવા માટેના સંપર્ક નંબરઃ-
(૧) પીઆઇ આર.કે.કાંબરીયા, ૯૫૩૭૨૬૮૭૭૭
(૨) વિપુલભાઇ ઝાલા ૮૪૮૭૦૯૬૦૬૦
(૩) વિરેન્દ્રસિંહ પરમાર ૯૯૭૪૧૦૦૦૧૧
(૪) રણજીતસિંહ દયાતર ૯૯૨૫૯૭૦૪૭૦
(૫) સલીમભાઇ પઠાણ ૯૭૧૨૯૦૪૯૦૪
