પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

શંભુ સિંહ, ભાવનગર

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ ભાવનગર મંડળના મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે રેલખંડમાં સંરક્ષા અને સલામતી ધોરણો, ઢાંચાગત વિકાસ કાર્યો, મુસાફર સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અન્ય પ્રગતિશીલ કાર્યોનું વિગતવાર અને સુક્ષ્મ મૂલ્યાંકન કર્યું. મહાપ્રબંધક સાથે વિવિધ વિભાગોના પ્રમુખ વિભાગાધ્યક્ષો, ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા.
વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ દરમિયાન ગુપ્તાએ લેવલ ક્રોસિંગ, મહત્વપૂર્ણ મોટા તથા નાના પુલો, અંડરબ્રિજ, સેકશનલ સ્પીડ ટ્રાયલ, પોઈન્ટ અને ક્રોસિંગ સહિત વિવિધ સંરક્ષા તત્ત્વોનું ગહન નિરીક્ષણ કર્યું તેમજ મહુવા, સાવરકુંડલા અને ધોળા સ્ટેશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓનો પણ વિગતવાર જાનકારી લીધી હતી.
મહુવામાં તેમણે રેલવે સ્ટેશન ઉપરાંત લોકો પાયલટ, ટ્રેન મેનેજર અને ચલ ટિકિટ નિરીક્ષકના રનિંગ રૂમ, સોલર ઇન્સ્ટોલેશન, રેલવે કોલોની વગેરેનું સંરક્ષા નિરીક્ષણ કર્યું. સાવરકુંડલામાં ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ ડેપોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સેકશનમાં ગુપ્તાએ રેલવે સ્ટેશન ઉપરાંત લોબી, રેલવે કોલોની તથા હેલ્થ યુનિટનું પણ નિરીક્ષણ કર્યું. લીલિયા મોટા–ધોળા ખંડ વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ગતિએ સ્પીડ ટ્રાયલ રન કરવામાં આવ્યો. તેમણે ધોળામાં કોલોની અને હેલ્થ યુનિટનું પણ નિરીક્ષણ કર્યું.
ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપમાં તેમણે કોચ સેકશન, વ્હીલ શોપ, એર બ્રેક શોપ, નવા બનેલી હેરિટેજ ગેલેરી વગેરેનું સંરક્ષા નિરીક્ષણ કર્યું. સાથે સાથે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી.
આ અવસરે તેમણે જનપ્રતિનિધિઓ અને માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તથા સાવરકુંડલાના વિધાનસભ્ય મહેશભાઈ લાલજીભાઈ કસવાલા સહિત અન્ય જનપ્રતિનિધિઓ સાથે સાવરકુંડલા રેલવે સ્ટેશન પર મહાપ્રબંધકની શુભેચ્છા મુલાકાત થઈ. ઉપરાંત મહુવા, સાવરકુંડલા, ધોળા અને ભાવનગર પરામાં ટ્રેડ યુનિયન, ચેમ્બર ઓફ કોમર્સ, સરપંચ વગેરે દ્વારા મહાપ્રબંધકને મળી રજૂઆતપત્રો સોંપવામાં આવ્યા.
મહાપ્રબંધકે મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતા સંબંધિત અધિકારીઓને ટ્રેક, સમપાર ફાટકો તથા અન્ય સુરક્ષા ધોરણોની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું, જેથી ટ્રેન સેવાઓ વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને સમયસર સંચાલિત થઈ શકે, સિનિયર ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠી એ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *