પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળ અધ્યક્ષા દ્વારા નિબંધ, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત

શંભુ સિંહ, ભાવનગર

વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિર તથા PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગરપારાનાં વિદ્યાર્થીઓ વચ્ચે સપ્ટેમ્બર-2024માં ચિત્ર અને લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
20 માર્ચ, 2025 (ગુરુવાર) ના રોજ રેલવે ઓફિસર્સ ક્લબ ભાવનગર પરા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળની અધ્યક્ષા શ્રીમતી સંતોષીજીએ વિજેતાઓને મેડલ, પ્રશસ્તિપત્ર અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. તમામ બાળકોને ત્રણ ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવ્યો હતો, જેમાંથી તમામ ગ્રૂપમાંથી કુલ 30 બાળકોને ઇનામ આપવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝનના ઉપાધ્યક્ષા શ્રીમતી મોનિકા શર્મા અને અન્ય મહિલા પદાધિકારીઓ સાથે સ્પર્ધામાં વિજેતા બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *