Headlines

પીપળીયા પુલ પાસે લથડીયા‌‌ ખાતા કુડાના બે મહાનુભાવો ઝડપાયા

ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં બે શખ્સોને ઝડપી પાડ્યા

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા

​ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલી હાલતમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસની ટીમ જ્યારે વરતેજ અને કુંડા ગામના રોડ પર તપાસમાં હતી, ત્યારે આ શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

​ઝડપાયેલા શખ્સોમાં (૧) બુધાભાઈ અરજણભાઈ ગોહિલ (ઉં.વ. ૨૯, રહે. કુંડા) અને (૨) જેન્તીભાઈ સવજીભાઈ ગોહિલ (ઉં.વ. ૪૦, રહે. કુંડા) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન આ બંને શખ્સોએ કોઈ નશાકારક કેફી પીણું પીધેલું હોવાનું જણાઈ આવ્યું હતું, જે અંગે તેઓ પાસે કોઈ પાસ કે પરમિટ નહોતી.

​પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1) મુજબ ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે. આ કાર્યવાહીમાં પંચોની હાજરીમાં કાયદેસરની વિધિ પૂર્ણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *