ત્રણ ઇસમોને ધોરણસર અટક કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશને ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ કલમ-૨૧ (૧) (ચ) મુજબનો ગુનો દાખલ
પોરબંદર
દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન ફાયબર બોટ-પીલાણામા અન-અધિકૃત રીતે એકદમ પ્રકાશીત LED લાઇટો ચાલુ રાખી ગેર કાયદેસર રીતે લાઇટ ફીંશીંગ કરતા ઇસમો વિરુધ્ધ પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ કરેલ કાર્યવાહી કરવામાં આવી છે.
[[ કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્રારા ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અન- અધિકૃત રીતે જેમકે, ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ, તથા ગેર કાયદેસર પધ્ધતીથી જેમ કે, લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફ્રીશીંગથી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા કોસ્ટલ એરીયામા થતા ગેરકાયદેસર પ્રવૃતીને રોકવા તથા કોસ્ટલ સીક્યુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા મરીન પોલીસ સ્ટેશનોને અવાર નવાર આદેશ થઇ આવેલ હોય જે અનુસંધાને, જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ તા.૧૨/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ. જે અંગે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ સદર ઝુંબેશ સબબ]] તા.૧૫/૧૨/૨૦૨૪ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા સરકારી બોટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન એક ફાયબર બોટ-પીલાણા (OBM) મા ત્રણ ઇસમો અન-અધિકૃત રીતે એકદમ પ્રકાશીત એલઇડી લાઇટો ચાલુ રાખી ગેર કાયદેસર રીતે લાઇટ ફીંશીંગ કરતા મળી આવતા આ ત્રણેય ઇસમોને ધોરણસર અટક કરી તેઓની વિરુધ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશને ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ-૨૧ (૧) (ચ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે. [[આ કામગીરીમાં રોકાયેલ પીઆઇ એસ.ડી.સાળુંકે, પીએસઆઇ એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. રાકેશ ચૌધરી તથા એ.એસ.આઇ. ભરત વાઘેલા તથા હેડ કોન્સ્ટેબલ રાહુલ ધારેચા તથા કોન્સ્ટેબલ કરશન ઓડેદરા, દિનેશ બંધીયા રોકાયેલ હતા.]]
કોની કોની સામે કાર્યવાહી થઈ?
(૧) વિજય મોહનભાઇ કિશોર ઉવ.૩૨ રહે. સુભાષનગર ખોડીયારગલી પોરબંદર (૨) નરશીભાઇ માવજીભાઇ જેબર ઉવ.૪૮ રહે. સુભાષનગર વિશનગરી શેરી પોરબંદર નં (૩) ગોપાલ પરસોતમભાઇ જેબર ઉવ.૪૮ રહે. સુભાષનગર મેઇનરોડ, પોરબંદર