Saturday June 21, 2025

પોરબંદરના દરિયામાં ગેરકાયદે માછીમારી બદલ દેવભૂમિ દ્વારકાના બે શખ્સોની ધરપકડ

Sea-Kingdom @ Sea-Mystry

[[ કોનું સી-રાજ ? કોનું સી-રાઝ?]]

મિયાણી મરીન પોલીસમાં દીલસાક અને સીરાજ નામના બે શખ્સો સામે એફઆઇઆર

પોરબંદર જિલ્લાના મિયાણી મરીન વિસ્તારમાં ફાયબર બોટ(પીલાણામા) અન- અધિકૃત રીતે ટોકન વગર ફીશીંગ કરતા ઇસમો વિરુધ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ મિયાણી મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
[[ કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્રારા ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અન- અધિકૃત રીતે જેમકે, ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ, તથા ગેર કાયદેસર પધ્ધતીથી જેમ કે, લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફ્રીશીંગથી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા કોસ્ટલ એરીયામા થતા ગેરકાયદેસર પ્રવૃતીને રોકવા તથા કોસ્ટલ સીક્યુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા મરીન પોલીસ સ્ટેશનોને અવાર નવાર આદેશ થઇ આવેલ હોય જે અનુસંધાને, જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ તા.૧૨/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ. જે અંગે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ]] તા.૧૬/૧૨/૨૦૨૪ના રોજ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના એમ.ડી.વાળા તથા સ્ટાફના માણસો બોટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન બે ફાયબર બોટ-પીલાણા (OBM) મા અન-અધિકૃત રીતે ટોકન વગર ગેર કાયદેસર રીતે ફીંશીંગ કરતા મળી આવતા આ બન્ને બોટના ટંડેલો વિરુધ્ધ મિયાણી મરીન પોલીસમાં ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ-૨૧ (૧) (ચ) મુજબના બે અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે. કામગીરીમાં પીઆઇ એમ.ડી.વાળા, પીએસઆઇ આર.એ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ કે.એમ.મોકરીયા તથા કોન્સ્ટેબલ ચિરાગ કેસુભાઇ દ્રારા કરવામા આવેલ છે.


કોની કોની સામે કાર્યવાહી થઈ?

(1) દિલસાક અયુબભાઇ પટેલીયા, ઉવ.૨૬ રહે. રૂપેણબંદર દાતારચોક તા.દ્વારકા જિ.દેવભુમિ દ્વારકા ધરપકડ: તા.૧૩/૧૨/૨૦૨૪ કલાક-૧૯/૦૦
(2) સીરાજ અયુબભાઇ પટેલીયા, ઉ.વ.૨૬ રહે બંને રહે. રૂપેણબંદર દાતારચોક તા.દ્વારકા જિ.દેવભુમિ દ્વારકા ધરપકડ: તા.૧૩/૧૨/૨૦૨૪ કલાક- ૧૯૪૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top