Saturday June 21, 2025

પોરબંદરના દરિયામાં ટોકન વગર માછીમારી કરતા ચાર માછીમારો ઝડપાયા

હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટમાં અનઅધિકૃત રીતે ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ

પોરબંદર
કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્રારા ગુજરાત રાજયના દરીયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ફીશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ રખવા સુચન થઇ આવેલ હોય જે અનુંસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના હેઠળ ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમ કે, ટોન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદેસર પધ્ધતીથી જેમ કે, લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફીશીંગથી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કોસ્ટલ એરીયામાં થતી ગેરકાયદેસર પ્રવૃતીને રોકવા તેમજ કોસ્ટલ સીક્યુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ જે ડ્રાઇવ સબબ પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન એક ફાયબર બોટ ( પીલાણું-OBM ) નામે જયેશ પાસા નં. IND-GJ-25-MO-1559 મા અનઅધિકૃત રીતે ટોકનની એન્ટ્રીમાં જણાવેલ નામ સીવાયના ખલાસીને સાથે રાખી તેમજ અસલ કોલ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ફીશીંગ કરતા મળી આવતા આ બોટના ટંડેલ તથા ખલાસી તથા બોટ માલીક વિરૂધ્ધ હાર્બર મરીન પોલીસમાં ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ-૨૧ (૧) (ચ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી કામગીરી કરેલ છે. આરોપીઓમાં (૧) નિતીન ઉર્ફે બાંઠીયો હીરાલાલ જંગી (ર) દીનેશ ઉર્ફે દીનો હીરાલાલ જંગી * (૩) કમલેશ દેવજી ભાદ્રેચા, (૪) નહીં પકડાયેલ બોટ માલીક- રમેશ ધનજીભાઇ જંગી (રહે. તમામ ખારવાવાડ નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં પીએસઆઇ એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. રાકેશ ફતેસીંગ ચૌધરી તથા એ.એસ.આઇ. ભરતકુમાર ડાયાભાઇ વાઘેલા તથા હેડ કોન્સ્ટેબલ રાહુલ પુંજાભાઇ ધારેચા તથા કોન્સ્ટેબલ કરશન કાનાભાઇ ઓડેદરા તથા કોન્સ્ટેબલ દિનેશ વિરમભાઇ બંધીયા પણ રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top