

પોરબંદર
પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા, પિયુષ સીસોદીયા અને વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ઉધોગનગર પોલીસના દારુનાના ગુનાના કામે લાલ શાહીનો નાશતો ફરતો આરોપી રાજુ આલાભાઇ ચાવડા (ઉ.વ ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે કોલીખડા ગામ દાંણવાડાડા ના મંદીર ની બાજુમાં તા.જી પોરબંદર)વાળો હાલ સુરત ખાતે હોવાની જે હકીકત આધારે સુરત જઇ તપાસ કરતા આરોપી મળી આવેલ જેને ગુન્હાની કબુલાત આપતા આગળની તપાસ થવા સારૂ ઉધોગનગર પોલીસને સોપી આપવામાં આવેલ છે.

આ કામગીરીમાં જમાદાર પ્રકાશ નકુમ, કેશુ ગોરાણીયા, જેતમલ મોઢવાડીયા તથા કોન્સ્ટેબલ આકાશ શાહ તથા ટેકનીકલ ટીમ હતી.