Friday August 08, 2025

પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં પોલીસનો ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજાયો

પોરબંદર
પોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ ૨૦૨૫ ઉજવણી નિમિત્તે પોરબંદર શહેરમાં આવેલ એમ.ડી.સાયન્સ, કોલેજમાં ટ્રાફિક અવરનેશ સેમીનાર કરવામાં આવેલ. જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ,સેલફોન નો ઉપયોગ ન કરવા, વાહનની ઞતિમર્યાદા બાબતે લાયસન્સ વિમો વિઞેરે ડોક્યુમેન્ટ બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જાણકારી આપી.અને જે.સી.આઈ. સંસ્થા ના સ્થાપક પ્રમુખ લાખણશીભાઈ ઞોરાણિયાએ આ સેમિનારમાં સાથે રહી માર્ગ સલામતી માટે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા માટે અને કરાવવા માટે વિધાર્થીઓ ને અપિલ કરી હતી. તેમજ યુથ રેસકૉસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top