રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી
પોરબંદર
પોરબંદરની સુદામા હોટલ અને ભાવપરામાં બળાત્કાર કરવા મામલે ભાવપરા ગામના રામા સુધા સામે એફઆઇઆર થઈ છે. રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી છે.
પોલીસ સુત્રોએ કહ્યું કે આ મામલે એક વ્યકિતએ
રામા સુઘાભાઇ ઓડેદરા (રહે.ભાવપરા ગામ તા.જી.પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે. તે અનુસાર આરોપીએ ફરીયાદીને તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી પોરબંદર સુદામાં હોટલ તથા ફરીયાદીના ઘરે ભાવપરા ગામે ફરીયાદીની મજરી વિરૂધ્ધ અવાર નવાર શારિરીક સબંધ બાધી બળાત્કાર કર્યો હતો.
તા.૧૫/૧૧/૨૦૨૪ના કલાક ૦૦/૦૦ થી તા.૨૨/૧૨/૨૦૨૪ના કલાક ૨૪/૦૦વાગ્યા દરમ્યાન ભાવપરા ગામ ફરીયાદીના રહેણાંક મકાને તથા પોરબંદર સુદામાં હોટલે બનેલી આ ઘટનાઓ અંગે તા.7/1/25ના રોજ મીયાણી મરીન પોલીસ સ્ટેશને બી.એન.એસ 64, 351(3) મુજબ ગૂનો દાખલ થતાં પીઆઇ એમ.ડી. વાળાએ તપાસ હાથ ધરી છે.