Headlines

પોરબંદરમાં અતિ ચકચારી જમીન કૌભાંડમાં આરોપીને જામીન આપતી કોર્ટ

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ખાપટ ગામના રહેવાસી રાંમીબેન વેજાભાઈ ભુવા દ્વારા એવા મતલબની ફરિયાદ લખાવેલી હતી. કે, પોતાના પતિ વેજા કાના ભુવા ના નામે રહેલી જમીનના રૂપિયા એક કરોડ બેતાલીસલાખ પુરા જેવી રકમ ચૂકવેલ ન હોય અને પોતી રીતે સહી કરાવી દસ્તાવેજ કરાવી લીધેલા હોય તેવી જાણવણી પોરબંદરના અલગ અલગ ૩૨ વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ કરેલો હતો. અને ઉદ્યોગનગર પોલીસ દ્વારા આરોપી દિલીપ હરભમભાઈ રાણાવાયા ની ધરપકડ કરી કોર્ટમાં ૫ દિવસના રિમાન્ડ મેળવવા માંગણી કરતા અને નામદાર કોર્ટ દ્વારા પોલીસ અધિકારીને ફરિયાદ સંબંધે વૈધક સવાલો પુછતા અને આરોપીના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા પણ દલીલ કરતા નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજુર કરેલા હતા. ત્યારબાદ દિલીપ હરભમ રાણાવાયા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે જામીન અરજી કરતા અને તેની દલીલમાં જણાવેલ કે,” ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જ દસ્તાવેજ થયા બાદ એન્ટ્રી સંબંધે નોટિસ આવેલી હોય અને જે તે વખતે વકીલોની સલાહ પણ લીધેલી હોય અને તે રીતે ૨૦૧૭માં જ દસ્તાવેજ થઈ ગયેલ હોવાની જાણ હોય અને અલગ અલગ તારીખે અલગ અલગ ૨૮ દસ્તાવેજો થયેલા હોય અને તમામમાં ૧૩૯-ડી. ની નોટીસો મળેલી હોય અને આ બધી કાર્યવાહી ૨૦૧૭માં જ થઈ ગયેલી હોય આમછતાં તેની ફરિયાદ ૨૦૨૫માં થયેલી હોય એટલુ જ નહીં દસ્તાવેજમાં ક્યાંય કોઈ ખોટી સહી કરેલ હોવાનું ફરિયાદમાં જણાવેલ ન હોય આમ છતાં પોલીસે ખોટી કલમો લગાડી જામીન ન મળે તેવા હેતુથી જ કાર્યવાહી કરેલ હોવાની વિગતવાર દલીલ કરતા પોરબંદરના એડીશ્નલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ત્રિવેદી દ્વારા પણ કાયદાકીય બાબતો તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ અને આરોપી દિલીપ હરભમભાઈ રાણાવાયાને શરતોને આધીન જામીન મુક્ત કરેલ છે.

આ કામમાં મુળ ફરિયાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારેગી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *