Headlines

પોરબંદરમાં ચકચારી ખાપટ જમીન કૌભાંડમાં પકડાયેલ ૩ આરોપીના રીમાન્ડ નામંજુર કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
હાલ પોરબંદરમાં અતી ચકચારી બનેલા કહેવાતા જમીન કૌભાંડમાં પોરબંદર પોલીસ દ્વારા ૨૦૧૩ માં થયેલા પ્રથમ લખાણ તથા ૨૦૧૭ માં થયેલા દસ્તાવેજ અન્વયે ૨૦૨૪ માં ગુન્હો દાખલ કરીને ખરીદનાર તથા સાક્ષીઓ વિગેરે કુલ-૭ (સાત) સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલો હતો કે ગુન્હાનાં કામે પોલીસ દ્વારા ૩ (ત્રણ) આરોપીઓ કે જેમાં (૧) લાખા અરજન કેશવાલા (૨) દિલીપ હરભમ રાણાવાયા તથા (૩) ઇબ્રાહીમ લાખા ને કોર્ટમાં રજુ કરતા અને પ(પાંચ) દિવસની રીમાન્ડ માંગતી અરજી તપાસનીસ અધિકારી ડી. જી. ગોહીલ દ્વારા રજુ કરતા પરંતુ નામદાર એડીશનલ ચીફ જયુડી. મેજિસ્ટ્રેટ દ્રિવેદી દ્વારા રીમાન્ડની દલીલ દરમ્યાન પોલીસને વૈધક સવાલો પુછી ૨૦૧૩માં થયેલા લખાણ તથા ૨૦૧૭માં થયેલા અધાટ વેચાણ દસ્તાવેજ સંબંધે આટલા લાંબા સમય પછી ફરીયાદ દાખલ કરવાનું કારણ શું ? તેમજ થયેલ દસ્તાવેજોમાં જો જમીન માલીકની જ સહી હોય તો ખોટા દસ્તાવેજોની કલમો શા માટે લગાડેલ છે ? તેવા સવાલો પુછેલા હોય અને ત્યારબાદ આરોપીના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા વિગતવાર દલીલ કરી વાદવાળી જમીન બીનખેતી થયેલ છે. અને ફરીયાદીના પતીએ જ બીનખેતી કરેલ છે. અને પોતે સબ-રજીસ્ટ્રાર કરચેરીમાં જાતે હાજર રહીને અલગ અલગ દસ્તાવેજો કરેલ છે. અને દસ્તાવેજોની રકમ ફરીયાદીના પતિન ખાતામાં જમા થયેલ છે. એટલુ જ નહી આ બાબતે અગાઉ પણ ૨૦૧૭માં ફરીયાદ દાખલ થયેલી હોય અને તે વખતેના પી. એસ. આઈ. દ્વારા તપાસ કરીને આજ જમીન, આજ ફરીયાદી અને આજ બાબતે ફરીયાદ કરેલી હોય અને તેમાં કોઈ ગુન્હો બનતો ન હોવાનો અહેવાલ આપેલ હોય અને ત્યારબાદ ૭ વર્ષ પછી તે જ પોલીસ સ્ટેશનમાં તે જ બાબતે ગુન્હો દાખલ થયેલો હોય ત્યારે અને સીવીલ નેચરની બાબત હોય ત્યારે ગુન્હો જ દાખલ થતો ન હોવ તેવી દલીલ કરતા અને એડીશનલ ચીફ જયુડી. મેજી. જજ દ્રિવેદી દ્વારા પણ ઉર્ધોગનગર પોલીસ ને વૈધક સવાલો પુછી ફરીયાદ મોડી દાખલ કરવાના કારણનો ખુલાસો ક્યાંય ન હોય તેવુ જણાવી વિગતવારનો ઓર્ડર કરી રીમાન્ડ નામંજુર કરેલ છે. આ કામમાં આરોપી દિલીપ હરભમભાઈ રાણાવાયા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી, નવઘણ જાડેજા, રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *