રાજકોટ અને ભુજ અને રાજકોટના ઠામ ઠેકાણા ધરાવતી બંને મહિલાઓ પાલનપુર હોવાની પોલીસને બાતમી મળી હતી
ખોટુ સોનુ સાચા તરીકે વિશ્વાસમાં લઇ રૂ. ૧૦૦૦૦૦/- ના છેતરપીંડીના અનડીટેકટ ગુન્હામાં છેલ્લા ૮ માસથી ફરાર બે મહીલાઓને શોધી કાઢતી પોરબંદર પોલીસ
પોરબંદર
પોરબંદર પોરબંદરમાં નકલી સોનુ પધરાવીને અસલી રૂપિયા પડાવી લેનાર બે મહિલાઓને પોલીસે પકડી પાડી છે. મહિલા પોરબંદરની એક વ્યક્તિનો ₹1,00,000નો મૂંડો કરી ગઈ હતી. ભુજ અને રાજકોટના ઠામ ઠેકાણા ધરાવતી બંને મહિલાઓ પાલનપુર હોવાની એક બાતમીના પગલે પોરબંદર પોલીસ ટીમે ત્યાં જઈ બંનેને ઝડપી લીધી હતી અને પોરબંદર લાવવામાં આવી છે ઉદ્યોગ નગર પોલીસ આગળની તપાસ કરે છે.
પોલીસે કહ્યું કે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્રારા તેમજ પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા દ્વારા અનડીટીકેટ ગુન્હાઓ તેમજ પેરોલ, ફર્લો તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ સુચના આપવામાં આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા, હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા, પિયુષ સીસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, ઉધોગનગર પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના કામે ખોટુ સોનુ સાચા તરીકે વિશ્વાસમાં લઇ રૂ. ૧૦૦૦૦૦/- ની છેતરપીંડી કરનાર બે મહીલાઓ જે ફોટા તથા વિડીયામાં દેખાય છે તે મહીલાઓ હાલ પાલનપુર ખાતે છે તેવી હકીકત આધારે પાલનપુર જઇ તપાસ કરતા સદર બન્ને મહીલાઓ મળી આવેલ જેઓની પુછપરછ કરતા પોતે આ ગુન્હો કરેલાની કબુલાત આપતા આ અનડીટેકટ ગુન્હાના કામે અટક કરી આગળની તપાસ થવા સારૂ ઉધોગનગર પો.સ્ટે. ને સોપી આપવામાં આવેલ છે. આ કામગીરી પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઇ એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિ.કે.બોદર તથા હેડ કોન્સ્ટેબલ પિયુષ સીસોદીયા, પ્રકાશ નકુમ, વજશી વરૂ, હરેશ સીસોદીયા, કેશુ ગોરાણીયા, જેતમલ મોઢવાડીયા, કોન્સ્ટેબલ આકાશ શાહ તથા ટેકનીકલ ટીમ દ્રારા કરવામાં આવેલ છે.
Box
પકડાયેલ આરોપી મહિલાઓના ઠામ ઠેકાણા
(૧) માયાબેન કૈલાશભાઇ સંચાણીયા (ડો/ઓ જેરામભાઇ ઉકાભાઇ ભકોડીયા ઉ.વ. ૫૫ રહે. મુળ. રામગર વિસ્તાર ઝુપડપટ્ટીમાં ભુજ હાલ. હુડકો સોસાયટી ખોખર નદીનો પુલ રાજકોટ)
(૨) ચાંદનીબેન દીપકભાઇ ગુલાબભાઇ ભકોડીયા (ડો/ઓ સંજય માનસીંગભાઇ થાકળીયા ઉ.વ. ૨૭ રહે. સોસાયટી ખોખર નદીનો પુલ રાજકોટ)
