Saturday June 21, 2025

પોરબંદરમાં બે મિત્રોના બાઈક એકબીજાથી નજીક આવી જતા માથાકૂટ થઈ ગઈ

મગજ બહુ ગરમ કહેવાય

બાઈક તો અથડાણી જ નહોતી, મગજ અથડાઈ ગયા

પોરબંદરમાં બે મિત્રોના બાઈક એકબીજાથી નજીક આવી જતા માથાકૂટ થઈ ગઈ

એક મિત્રએ દેખાતું નથી આંધળો છે? એવો પ્રશ્ન પૂછતા જવાબમાં ડખો થઈ ગયો

એક મિત્રને તો તેના બીજા મિત્રોએ પણ મારામારીમાં જબરદસ્ત સહકાર આપ્યો

બંને પક્ષોએ પોતપોતાની રીતે માથાકૂટ કરી લીધા પછી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવી

પોરબંદર
પોરબંદરમાં તા.૯/૦૧/૨૦૨૫ ૧૩/૦૦ વાગ્યાના અરસામાં જ્યુબેલી પુલ પાસે હનુમાન ગુફા પોલીસ ચોકીથી થોડી દૂર બનેલી એક ઘટનામાં બે યુવાનોની બાઈક એકબીજાથી સાવ નજીક આવી જતા બંનેના મગજ એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ જતા માથાકૂટ થઈ હતી એક યુવકે કહ્યું કે દેખાતું નથી આંધળો છે? આ પ્રશ્નના જવાબમાં માથાકૂટ થઈ ગઈ હતી. એક યુવાનના તો મિત્રો પણ માથાકૂટમાં સહકાર આપવા માટે આવી ગયા હતા. પોતપોતાની રીતે લડી લીધા પછી બંને પક્ષો કાનૂની રીતે લડવા માટે પોલીસ સ્ટેશને પણ ગયા હતા અને બંને પક્ષો હવે પછી કોર્ટમાં પણ લડી શકે તે માટે પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ લઈને અનુકૂળતા કરી આપી હતી.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે આશિષદાન અજીતદાન બાટી (ઉ.વ.૨૪ ધંધો- ડ્રાઇવીંગ રહે.તુલશીનગર છાંયા નવાપરા પોરબંદર)એ પ્રતાપ કેશુજી ઓડેદરા (રહે.સાંદીપની સરકારી સોસાયટી બંગલાનંબર 21 પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી પોતાનુ મોપેડ નં.જીજે ૨૫ એઇ ૬૦૮૪ વાળુ લઇ ને જતા સામેથી આ કામના આરોપી પોતાનુ એક્ટીવા નં.જીજે ૨૫ એન ૬૯૨૮ વાળુ એકદમ ફરીયાદીના બાઇક તરફ વાળતા ફરીયાદીએ દેખતો નથી તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો બોલી લાફા મારી તથા તેના મિત્રોને ધોકા વડે માર મારી મુંઢ ઇજા કરી હતી..
સામે પક્ષે પ્રતાપ કેશુજી ઓડેદરા (ઉ.વ.૪૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.સાંદીપની સરકારી સોસાયટી બંગલા નંબર- ૨૧ પોરબંદર)એ (૧) આશિષદાન અજીતદાન બાટી (૨) દિપક અજીતદાન બાટી (3) દિલીપ લાખાભાઇ ઓડેદરા (રહે. તુલશીનગર છાંયા નવાપરા પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાનુ એક્ટીવા નં.જીજે ૨૫ એન ૬૯૨૮ વાળુ લઇ ગલીમા વાળતા સામેથી આરોપી આશિષ પોતાનુ મોપેડ નં.જીજે ૨૫ એઇ ૬૦૮૪ વાળુ લઇ આવતા આંધળો છે તેમ ફરી ને બોલતા બોલાચાલી કરી ભુંડી ગાળો બોલી આરોપી દિપક અને દિલીપ આવી જતા આશિષે લાકડા વડે માર મારી ઇજા કરી તથા ઢીકા પાટુ નો માર મારી ઇજા કરી ફરીયાદ કરીશ તો જીવતો મારી નાખવાની ધમકી આપી હતી. બંને ફરિયાદને લઈને કીર્તિ મંદિર પોલીસમાં ગુનો દાખલ થતાં બંને એફઆઇઆર ની તપાસ હેડ કોસ્ટેબલ આર.કે રાઠોડ એ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top