પતિ રાજુને છોડીને કૃપાલી જેની સાથે રહેતી હતી તે રાજકોટનો શખ્સ અને તેનો ભાઈ કેમેરામાં પકડાયા પરંતુ હત્યાના કાવતરામાં કૃપાલી સામેલ હોવાનું સિદ્ધ ન થયું
પોરબંદર
પોરબંદ૨ના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તા.૮/૧૧/૨૦૨૩ ના રોજ ફ૨ીયાદી જેસાભાઈ નોંઘણભાઈ ઓડેદરા દ્વારા એવા મતલબની ફરીયાદ લખાવેલ હતી કે, પોતાના પુત્ર ૨ાજુભાઈ ઓડેદ૨ા કે જે એકલા જ રહેતા હોય અને તેમની પત્નિ કૃપાલી રાજુભાઈ ઓડેદ૨ા કે જે છેલ્લા આંઠેક માસથી તેઓને છોડીને ચાલી ગયેલી હોય પરંતુ તે હાલ નીતીન પટેલ સાથે રાજકોટ રહેતી હોય અને તેના દ્વારા પોતાના પુત્રનું ખુન ક૨ાવેલાની ફ૨ીયાદ લખાવેલી હતી તે સબંધે પોલીસ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ ચકાસતા અને તેમાં સ્કુટર ઉપર નીતેશ વેકરીયા તથા વિશાલ પ્રવિણભાઈ સામાણી વનાણા ટોલનાકેથી પસાર થયેલ હોવાનુ અને પછી પાછા સ્કુટર ઉ૫૨ ટોલનાકેથી નીકળેલ હોવાનુ ફલીત થતાં પોલીસ દ્વા૨ા નીતેશ વેકરીયા, વિશાલ સામાણી તથા ગુજરનારની પત્નિ કૃપાલી ૨ાજુ ઓડેદ૨ા સામે ચાર્જશીટ ફાઈલ કરેલુ હતુ અને ત્યારબાદ કૃપાલી રાજુભાઈ ઓડેદ૨ા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ મા૨ફતે પો૨બંદ૨ ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરેલી હતી અને તેના સમર્થનમાં થયેલી દલીલ મુજબ હાલના આરોપી ગુન્હા વખતે હાજર હોય ગુન્હામાં કોઈ ભાગ ભજવેલ હોય કે, તેની પાસેથી કોઈ હથીયા૨ મળેલુ હોય તેવો ચાર્જશીટમાં પણ પુરાવો નથી એટલુ જ નહીં કાવત૨ા સબંધે પણ આખા ચાર્જશીટમાં કયાંય હાલના આરોપીએ હથીયાર લઈ આપેલુ હોય કે, કોઈ રેકી કરીને કે ફોન કરીને ગુજ૨ના૨ને કયાંય બોલાવેલો હોય તેવો પણ કોઈ ચાર્જ નથી. એટલુ જ નહીં ચાર્જશીટમાં કયાંય કોઈ મીટીંગ ક૨ીને બનાવ પહેલા કોઈ કાવતરુ રચેલુ હોય તેવુ પણ ચાર્જશીટમાં કયાંય ફલીત થતુ ન હોય અને તે રીતે માત્ર જેની ઉપર આક્ષેપ છે તે નીતેશ વેકરીયા સાથે કૃપાલી ૨હેતી હોવાના કા૨ણે તેને ખોટી રીતે આરોપી બનાવેલા હોય તે સબંધે વિગતવા૨ દલીલ ૨જુ ક૨તા અને તે સબંધેની ગુજરાત હાઈકોર્ટની અલગ અલગ ઓથોરીટી ૨જુ ક૨તા પો૨બંદ૨ ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા એડવોકેટની દલીલ તથા પોલીસ પેપર્સ તથા પોલીસ સોગંદનામું ધ્યાને લઈને ખુન કેસના આરોપી કૃપાલી પ્રવિણભાઈ સામાણી ઉર્ફે કૃપાલી ઓડેદરાને શ૨તોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં ડોકટર વતી પોરબંદર ના જાણીતા એડવોકેટ દિપક લાખાણી, ભરત લાખાણી, હેમાંગ લાખાણી, અનીલ સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ, તથા નવધણ જાડેજા રોકયેલા હતા.