ફોન મોપેડ ની ડેકીમાં રાખ્યો હતો તે ખોલીને તસ્કર તફડાવી ગયો
પોરબંદર
પોરબંદરમાં બિરલા હોલ પાછળની ગલીમાં એક સ્કૂટરની ડેંકીમાંથી રૂ 40,000 ની કિંમતના એક મોબાઇલ ફોનની ચોરી થઈ છે. પોલીસે ખોજ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે રિતેષ પ્રતાપભાઇ સલેટ (ઉ.વ.૨૧ ધંધો-મચ્છીનો રહે,પ્રાગાબાપાના આશ્રમ પાસે લક્ષ્મીનગર સોસાયટી પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરીયાદીના પપ્પાનો વિવો કંપનીનો ફોન (કિમત રૂ.૩૭,૦૦૦/)ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના મોપેડની ડેકી કોઇ પણ રીતે ખોલી ચોરી કરી લઇ ગયો હતો. તા.૧૬/૧૨/૨૦૨૪ કલાક ૨૧/૪૫ થી ૧૭/૧૨/૨૦૨૪ ના ૨/૦૦ વાગ્યા દરમ્યાન પોરબંદર બિરલા હોલ પાછળની ગલીમાં બનેલી આ ઘટના અંગે તા.૨૦/૧૨/૨૦૨૪ ના રોજ કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો દાખલ થતાં ખોજદાર આરડી નિનામાએ ખોજ હાથ ધરી છે.