કારબૂચ
કાર રોમિયો
રોમી બન ગયા કાર રોમિયો
હું અમદાવાદનો કારવાળો, અમદાવાદ બતાઉં… ચાલો, ચાલો…
પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી
મિહિરની 17 લાખની સ્કોડા કાર અને તેના કાકાની 8 લાખની સુઝુકી કાર રોમી વેચાવી દેવા અને વાપરવાના બહાને લઈ ગયો હતો
મૂળ પોરબંદરના પરંતુ હાલમાં અમદાવાદ વસી ગયેલા રોમી સામે કમલાબાગ પોલીસમાં કાકા-દીકરાની સંયુક્ત ફરિયાદ
મૂળ પોરબંદર નો પરંતુ હાલમાં અમદાવાદ વસી ગયેલો રમી નામનો એક શખ્સ હવે એક ફરિયાદના માધ્યમથી કાર રોમિયો તરીકે સામે આવ્યો છે. તેણે પોરબંદરના મિહિર હરિરામની 17 લાખની સ્કોડા કાર અને મિહિરના કાકાની આઠ લાખની સુઝુકી કાર વેચવા અને વાપરવાના નામે લઈ જઈને આ બંને કારનું બુચ મારી દીધું છે અત્યારે આ કાર રોમિયોનો કોઈ જવાબ નથી કે અટોપતો નથી ત્યારે મિહિર અને તેના કાકાએ મળીને કમલાબાગ પોલીસમાં અરોમી સામે એફઆઇઆર કરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે મીહીર હરીરામભાઇ ચમ (ઉ.વ.-૩૩, ધંધો- મચ્છીનો રહે-રોયલ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૨૦૧ વાઘેશ્વરી પ્લોટ પોરબંદર)એ રોમી સુભાષભાઇ મોરજરીયા (રહે,સાંઇબાબાના મંદિર પાછળ, નરસંગટેકરી, પોરબંદર; હાલ રહે, અમદાવાદ) તથા બાકીના તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપીએ ફરીયાદીની માલીકીની સ્કોડા કંપનીની કાર રજી નં.GJ-25-J-8146 કિ.રૂ.૧૭,૦૦,૦૦૦/-ની તેમજ ફરીયાદીના કુટુંબી કાકાની મારૂતી સુઝુકી કંપનીની કાર જેના રજી નં.GJ-25-AA-5463 કિ.રૂ.૮,૦૦,૦૦૦/- ની વહેચાણ અર્થે તેમજ વાપરવા માટે લઇ જઇ પરત નહીં આપી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો.
તા.૧૫/૬/૨૦૨૩ના ૧૬/૩૦ થી તા.૭/૧/૨૦૨૫ ૧૯/૦૦ દરમ્યાન પોરબંદર એરપોર્ટ સામે ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ ફરીના ફલેટમાં વાડી પ્લોટ ખાતે બનેલી આ ઘટના અંગે તા.૭/૧/૨૦૨૫ના રોજ કમલાબાગ પોલીસમાં બી.એન.એસ. ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ કે જે બલદાણીયાએ તપાસ હાથ ધરી છે.