Headlines

પોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી

પોરબંદર
પોરબંદરના પંચ હાટડી વિસ્તારમાં ખારવા સમાજ સામે અમલાણી ફળિયામાં રહેતા અને માછીમારીનો ધંધો કરતા પ્રેમજીભાઇ કાનજીભાઇ બાદરશાહી (ઉવ.૫૬)એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા વ્યક્તિએ તા.૫/૧/૨૦૨૫ના ૨/૩૦ થી ૬/૦૦ દરમ્યાન તેમનું હીરો હોન્ડા પેશન પ્લસ મો.સા. જેના રજી. નં. જી.જે.૧૮ એન ૪૯૮૨ નુ કિમત રૂપિયા-૨૦૦૦૦/-ની ચોરી કરી લીધું હતું. સુભાષનગર ગોદી ટર્મીનલ ગોદામ નં.૧૬ ની સામે બનેલી આ ઘટના અંગે હારબર મરીન પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ થતાં ફોજદાર એન કે વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *