Saturday June 21, 2025

પોરબંદરમાં 12 ઇંગ્લિશ બોટલ સાથે રોનક ઝડપાયો

પોરબંદર

પોરબંદર પોલીસે તા.૧૫/૧૨/૨૦૨૪ કલાક-૨૦/૦૦ વાગ્યે રાવલીયા પ્લોટ એકસીસ બેંકવાળી ગલી દરગાહની સામે જાહેર રોડ પરથી રોનક નામના એક શખ્સને ઇંગ્લિશ દારૂની બાર બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કમલાબાગ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ભટ્ટે સરકાર તરફે રોનક ઉર્ફે રામલી ગોવિંદભાઇ શીયાળ (ઉ.વ.૩૨ રહે,રાવલીપ્લોટ શેરી નં.૩ દરગાહ સામે પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપી પોતાના કબ્જામા વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ગોઆ સ્ટ્રીટ ઓફ સ્મુથનીસ વ્હીસ્કી ૧૮૦ એમ એલ ની પ્લાસ્ટિકની કંપની શીલપેક ઢાંકણોવાળી બોટલ નંગ.૧૨ ની કિ.રૂ.૧૨૦૦/ ના મુદામાલ સાથે પકડાઇ ગયો હતો આ અંગે કમલાબાગ પોલીસમાં આરોપી સામે પ્રોહીબીશન એક્ટની કલમ ૬૬(૧)બી,૬૫.એએ,૧૧ ૬બી મુજબ ગુનો દાખલ થતાં હેડ કોન્સ્ટેબલ બીપી માળીયાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top