Saturday June 21, 2025

પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાની ખેલકુદ પ્રતિયોગિતાનું આયોજન કરાયું

પોરબંદર અને રાણાવાવ તાલુકાની ખેલકુદ પ્રતિયોગિતામાં વિજેતા વિદ્યાર્થીઓઓને સ્પોર્ટસ કીટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા

પોરબંદર

નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણાવાવ અને પોરબંદર તાલુકા કક્ષાના ખેલકુદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ અને સ્વાસ્થ્ય માટે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

રાણાવાવ તાલુકા કક્ષાનું સ્પર્ધા રાણાકંડોરણા ગામ ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનવાલના માર્ગદર્શન હેઠળ કબડ્ડી, ખો-ખો, 100 મીટર દોડ, 400 મીટર દોડ, લાંબી કુદ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર સાથે જોડાયેલા યુવક મંડળો અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાણાકંડોરણા પરિશ્રમ વિદ્યાલયના ટ્રસ્ટી વિજયભાઈ રામ, શાળાના આચાર્ય આશિષભાઈશ્રી રાભડીયા, તાલુકા પ્રમુખના પ્રતિનિધિ રામભાઈ બાપોદરા, તાલુકા કારોબારી અધ્યક્ષના પ્રતિનિધિ રણમલભાઈ ભેડા, તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા તથા ગામના આગેવાન કરસનભાઈ ભૂતિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

પોરબંદર તાલુકા કક્ષાનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલી સ્પર્ધાઓમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પોરબંદરના કાર્યક્રમનું સંચાલન ઓડેદરા સતીશ, કરશન કોડિયાતર અને પરમાર સોનલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને પોરબંદરના કોચ શાંતીબેન ભૂતિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બન્ને તાલુકાઓના ખેલકુદ પ્રતિયોગિતામાં વિજેતાઓને સ્પોર્ટ્સ કિટ, પ્રમાણપત્ર, મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વિજેતાઓને સ્પોર્ટ્સ કીટ અને સર્ટિફિકેટ આપી તેમની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top