પોરબંદરમાં 2025ના પ્રથમ દિવસે જ પોલીસને 11 બોટલનો ચાંદલો કરતા શ્યામસિંહ જાડેજા
પોરબંદર
પોરબંદર પોલીસે તા.૧/૧/૨૦૨૫ કલાક-૨૧/૧૫ વાગ્યે પોરબંદર નરસંગ ટેકરી એકસીસ બેંકની સામે જાહેરમાંથી શ્યામસિંહ જાડેજા નામના એક 21 વર્ષના યુવકની તલાશ લીધી હતી. જાડેજાએ વર્ષના પ્રથમ દિવસે જ રૂ 1100ની કિંમતની ઇંગ્લિશ દારૂની 11 બોટલનો ચાંદલો કર્યો હતો.
પોલીસે રજીસ્ટર્ડ કરેલી વિગતો અનુસાર કમલાબાગ કોન્સ્ટેબલ સુરેશ મોરીએ આ અંગે સરકાર તરફે શ્યામસિંહ સંજયસિંહ જાડેજા (ઉ.વ.૨૧ રહે,નરસંગ ટેકરી સુદામા પરોઠા હાઉસ પાછળ ગંગેશ્વર મહાદેવના મંદીરની બાજુમા પોરબંદર સામે એફઆઇઆર કરી છે. એફ.આઇ.આર અનુસાર આરોપીએ પોતાના કબ્જામા ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની પ્લાસ્ટિકની કંપની શીલપેક ઢાંકણવાળી બોટલ નંગ-૧૧ ની કિ.રૂ.૧૧૦૦/-ના મુદામાલ સાથે રાખી પકડાઇ ગયો હતો. કમલાબાગ પોલીસમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)બી, ૬૫.એએ,૧ ૬બી મુજબ દાખલ ગુનાની તપાસ એએસઆઇ એ. બી. મિયાત્રાને સોંપવામાં આવી છે.
ખાપટ નો રમેશ અડધી બોટલ (300 ML)માં આવી ગયો
વર્ષ 2025ના પ્રથમ દિવસે વહેલી સવારે 03:00 વાગ્યાના સુમારે ખાપટ શ્રી ભગવાન મંદીર સામે જાહેર રોડ પર રમેશભાઇ રાઠોડ (ઉવ.૧૯ રહે. ખાપટ મારૂતીમીલની બાજુમાં પોરબંદર) નામના એક યુવકને પોલીસ જોઈ જતા આ યુવકે 300 ml દારૂ ભરેલી એક સીલ તુટેલી બોટલ પોલીસના ચરણે ધરી દીધી હતી. ઉદ્યોગ નગર પોલીસ કોન્સ્ટેબલ કનક જેઠવા એ સરકાર તરફે એક એફઆઇઆર નોંધીને તેમાં ઉલ્લેખ કર્યો હતો કે આરોપીએ પોતાના કબ્જા માંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મેજીક મોમેન્ટ્સ ફ્લેવર્ડ વોડ્કા ગ્રીન એપલ ના માર્કના શીલ તુટેલ હાલતની આસરે 300 એમ.એલ જેટલી ૧ ભરેલ બોટલ નંગ ૧ ની કિ.રૂ.૩૦૦ નો મુદામાલ રાખી મળી આવી પકડાઈ ગયો હતો. આ પ્રોહીબિશનલ એફઆઇઆર ની તપાસ જમાદાર બીપી કારણે સોંપવામાં આવી છે. જમાદાર કારેણા દરેક ઘટનાના કારણો ની તપાસ કરવાની ટેવ વાળા છે તેથી તેઓ એ પણ તપાસ કરશે કે આ 300 ml દારૂ આરોપીને ક્યાંથી પ્રાપ્ત થયો હતો અને જેને તે પ્રાપ્ત થયો હતો તેને પણ તે ક્યાંથી પ્રાપ્ત થયો હતો અને આમ કરતા કરતા તમામ લિંક ભેદી ભેદીને તેઓ છેક કોઈ રાજ્યની દારૂની ફેક્ટરી સુધી પહોંચાડતું આંતરરાષ્ટ્રીય કૌભાંડ શોધી લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
પીધેલા-બીધેલાના બીજા 18 કેસ: હવે દારૂ ખરેખર બંધ થશે !!!
પોરબંદર પોલીસે થર્ટી ફર્સ્ટ ના રોજ એટલે કે વર્ષ 2024 ના અંતિમ દિવસે એકાદ ડઝન જેટલા દારૂ સંબંધિત કેસો કર્યા બાદ બીજે દિવસે એટલે કે 2025 ના પ્રથમ દિવસે દારૂના આ સિવાયના બીજા 18 કેસ કર્યા હતા. મતલબ કે દારૂની બધી ને ખરેખર દૂર કરવાની દાનત કે એવું કશું દેખાતું નથી પરંતુ પોલીસ પોતાની કામગીરી દેખાડીને ઉપરી અધિકારીઓની વાહ વાહી મેળવી શકે એટલા પૂરતું રીતે કેસો કરવાનું કામ થયું છે. બાકી દરેક કેસમાં દારૂના મૂળ સુધી પહોંચે અને દારૂની બદી ખરેખર જ જિલ્લામાંથી દૂર થાય તેવી દાનતનો ભયંકર અભાવ પોરબંદર પોલીસમાં દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. બીજી ઘણી બધી બાબતમાં એસપી ભગીરથ સિંહ જાડેજા કંઈક નવું કરી રહ્યા છે તે રીતે દારૂમાં પણ કંઈક નવું ગોઠવે અને પોલીસ કર્મચારીઓની ભ્રષ્ટાચારીતા અલોપ થઈ જાય તો કંઈક થાય.