Saturday June 21, 2025

પોરબંદર પોલીસનું સંયુક્ત અભિયાન: ગેરકાયદે ફિશિંગ માટે નવ માછીમારો સામે ગુના દાખલ

દરિયામા ચાલતી ગેરકાયદે બોટ વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરતી પોરબંદર પોલીસ

પોરબંદર
પોરબંદર પોલીસના એક સંયુક્ત અભિયાનમાં ૯ માછીમારી બોટ ટોકન વગર તથા બોટ રજીસ્ટ્રેશન વગર તથા કોલ લાયસન્સ વગર મળી આવતા તમામ બોટ માલીક વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. અને કોસ્ટ્સ સીકયુરીટી અમદાવાદની કચેરીના હુકમ અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જિલ્લાના દરીયાકાંઠા વિરતારમાં આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટર (FLC) ખાતેથી ફીશીંગ કરવા માટે ગયેલ બોટોને ચેક કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોરબંદર જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાં આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતેથી ફીશીંગ કરવા માટે ગયેલ બોટોને ચેક કરવા સુચના કરી તા.૧૮/૧૨/૨૦૨૪ થી તા.૨૫/૧૨/૨૦૨૪ સુધીની ડ્રાઇવ આયોજન કરેલ હોય, જેઓના માર્ગદર્શન હેઠળ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ.ઝાલા તથા મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ.ઝાલા તથા માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.જી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનથી સ્ટાફના માણસોને બોલાવી માવધપુર મરીયારા વાડ ફીશ લેન્ડિગ પોઇન્ટુ ખાતે બોટ ચેકીંગની કામગીરી કરતા હતા, તે દરમ્યાન ૯ માછીમારી બોટ ટોકન વગર તથા બોટ રજીસ્ટ્રેશન વગર તથા કોલ લાયસન્સ વગર મળી આવતા તમામ બોટ માલીક વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કામગીરીમાં માધવપુર પોલીસ, નવી બંદર મરીન પોલીસ, મિયાણી મરીન પોલીસ તેમજ રાણાવાવ અને કુતિયાણાનો પોલીસ સ્ટાફ વિશાળ સંખ્યામાં જોડાયો હતો.

Box
આરોપીના નામ સરનામા:

(૧) કરીમભાઇ કાસમભાઇ ગોવાલશેરી ઉ.વ.૪૨
(૨) અકબર હુસેનભાઇ લુચાણી ઉ.વ.૨૮
(૩) સુલેમાન કાસમભાઇ ગોવાલશેરી ઉ.વ.૫૦
(૪) ખલીલ હાસમભાઇ પટેલીયા ઉ.વ.૩૨
(૫) હસનભાઇ ઓસમાણ પટેલીયા ઉ.વ.૪૨
(૬) જુસબ કાસમભાઇ ગોવાલશેરી ઉ.વ.૪૩
(૭) જુમાભાઇ હાસમભાઇ ઢીમર ઉ.વ.૩૦
(૮) ઓસમાણભાઇ દાઉદભાઇ ઢીમર ઉ.વ.૨૨
(૯) ઉમર ઓસમાણ લુચાણી ઉ.વ.૫૪ તમામ રહે.માવધપુર ગામ, મછીયારા વાડ બંદર તા.જિ.પોરબંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top